ફિલ્મી દુનિયા

શું દીપિકા અને રણવીર સિંહ માતા-પિતા બનવા જઈ રહ્યા છે? આ પ્રશ્ન પર દીપિકાએ કર્યો મોટો ખુલાસો

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલીવુડની સૌથી વધુ ચર્ચિત જોડીમાંની એક છે. ગયા વર્ષે નવેમ્બરમાં બંનેએ લગ્ન કર્યા હતા.એમના લગ્નની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી.

થોડા દિવસો પહેલા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ માતા-પિતા બનવા જઈ રહ્યા છે એવી અફવા પણ ફેલાઈ હતી. પણ બધી અફવાઓ પર દીપિકાએ હાલ જ જવાબ આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે હાલ એક ઇન્ટરવ્યૂમાં દીપિકાએ બધી અફવાઓને ખોટી કહેતા કહ્યું હતું કે, ‘આ ઘણી દુઃખી કરે એવી વાત છે કે જો તમે કોઈને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હોય તો લોકો તમને એમ પૂછ્યા કરે કે તમે લગ્ન ક્યારે કરશો? અને હવે લગ્ન થઇ ગયા તો એમ પૂછ્યા કરે છે કે બાળક ક્યારે કરશો?’

વધુમાં દીપિકાએ કહ્યું કે ‘અફવાઓથી અમને કશો વાંધો નથી. અમને બાળક જોઈએ છીએ અને અમને બંનેને બાળકો પ્રત્યે પ્રેમ છે. પણ અત્યારે અમે અમારા કરીઅરમાં ધ્યાન આપી રહ્યા છીએ. અત્યારે અમારી માટે માતા-પિતા બનવું ઠીક નથી. અમે એની વિશે હજુ કાંઈ વિચાર્યું પણ નથી.’

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકાના આ જવાબે દરેક અફવાને ખોટી સાબિત કરી દીધી છે.
જણાવીએ દઈએ કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જલ્દી જ ફિલ્મ ’83’માં નજર આવશે. આ એક સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે. રણવીર સિંહ તેમાં કપિલ દેવની ભૂમિકા ભજવી રહ્યા છે અને દીપિકા તેની પત્નીના કિરદારમાં નજર આવશે.

લગ્ન બાદ બંને પહેલી વખત પતિ-પત્ની તરીકે મોટા પડદામાં જોવા મળશે. આ સિવાય ફિલ્મ ’83’માં હાર્ડી સંધુ, એમી વિર્ક, સાકીબ સલીમ અને સાહિલ ખટ્ટર જેવા એક્ટરો પણ જોવા મળશે. ફિલ્મ ’83’ બાદ દીપિકા પાદુકોણ મેઘના ગુલઝારની ફિલ્મ ‘છાપક’માં પણ નજર આવશે.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.