દીપિકા સિંહને દીવાલ પર દેખાયો ‘મગર’, કહ્યું- થઇ ગયો હોલીડે, જઈ રહી છુ ઘરે.. જુઓ વીડિયો

દીવાલ પર મગર દેખાતા ફફડી ઉઠી આ મોટી હિરોઈન, જુઓ કેવી હાલત થઇ

ટીવી સિરિયલ ‘દિયા ઔર બાતી હમ’થી અભિનયની શરૂઆત કરનાર અભિનેત્રી દીપિકા સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ ધારાવાહિકમાં તેનું પાત્ર ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

દીપિકા સિંહ જેટલી પોપ્યુલર ટીવીની દુનિયામાં છે તેટલી જ તે સોશિયલ મીડિયા પર પણ છે. સોશિયલ મીડિયા પર દીપિકા સિંહના તસવીરો અને ડાન્સ વીડિયો ચાહકોમાં ઘણી ચર્ચામાં રહેતા હોય છે.

‘દિયા ઔર બાતી હમ’થી લોકપ્રિયતા મેળવનાર ટીવી અભિનેત્રી દીપિકા સિંહ પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર અવાર નવાર કંઈક શેર કરતી રહે છે. ક્યારેક દીપિકા સિંહ તેના ડાન્સ વીડિયો ચાહકો સાથે શેર કરે છે તો ક્યારેક તે ફિટનેસ ટિપ્સ આપતી પણ જોવા મળે છે.

પરંતુ દીપિકા સિંહે તેના ઇન્સ્ટાગ્રામ પર એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના ચાહકોને દિવાલ પર મગર બતાવતી જોવા મળી રહી છે. આ રીતે દીપિકા સિંહનો આ વીડિયો ઘણો જોવા મળી રહ્યો છે અને ચાહકોની કૉમેન્ટ્સ પણ આવી રહી છે.

દીપિકા સિંહે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે અને આ વિડીયો સાથે લખ્યું છે કે, ‘મારી દિવાલ પર મગરમચ્છ.. રગયો હોલીડે, હું જઈ રહી છુ ઘરે’ આ રીતે દીપિકા સિંહ દિવાલ પર ગરોળી જુએ છે અને તે તેને મગર કહે છે. આ રીતે દીપિકા સિંહનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમના વેકેશનમાં રંગમાં ભંગ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે.

દીપિકા સિંહે 2011થી 2016 દરમિયાન ‘દિયા બાતી ઔર હમ’માં સંધ્યા રાઠીનું પાત્ર ભજવ્યું હતું, જેણે તેની જબરદસ્ત ફેન ફોલોઇંગ તૈયાર થઇ ગઈ હતી. આ પછી 2018 માં તે વેબસીરીઝ ‘ધ રિયલ સોલમેટ’માં જોવા મળી હતી. આ સિવાય તે કલર્સ ટીવી શો ‘કવચ.. મહાશિવરાત્રી’માં પણ જોવા મળી હતી.

દીપિકા સિંહે 2મે 2014ના રોજ ‘દિયા ઔર બાતી હમ’ના નિર્દેશક સાથે લગ્ન કર્યા. 2017માં તેણે એક પુત્રને જન્મ આપ્યો ત્યારબાદ તેણે એક્ટિંગથી લાંબો વિરામ લીધો હતો. જો કે ટૂંક સમયમાં તે તેના પતિ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘કમા કે ખા લે’માં જોવા મળશે જેની જાહેરાત અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થોડા દિવસો પહેલા કરી હતી.

Patel Meet