ફિલ્મી દુનિયા

OMG: લગ્નને હજુ 1 વર્ષ પણ નથી થયું તો જાણો કેમ દીપિકાને જરૂર પડી વકિલની- જાણો સમગ્ર મામલો

બૉલીવુડની સુપર એક્ટ્રેસ દીપિકા પાદુકોણ આજકાલ ઘણા નવા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. દીપિકા હાલ મેઘના ગુલજારની ફિલ્મ ‘છાપક’માં કામ કરી રહી છે. આ ફિલ્મની કહાની એક એસિડ અટૈક સર્વાઇવરની છે.

આ  સિવાય દીપિકા તેના પતિ રણવીર સિંહની ફિલ્મ ’83’માં નજર આવશે. 83 એક સ્પોર્ટ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં દીપિકા ભારતીય પૂર્વ ક્રિક્ર્ટર કપિલ દેવની પત્નીનો રોલ  નિભાવી રહી છે. હાલ દીપિકાએ એક ઇવેન્ટ અટેન્ડ કરી હતી, ત્યાં તે તેના ફેન્સના પ્રશ્નોના જવાબ આપી રહી હતી.
પ્રશ્નોના જવાબ આપતા સમયે દીપિકાએ મજાક-મજાકમાં એક સિરિયસ વાત કહી દીધી હતી. ત્યાં ઉપસ્થિત તેના ફેન્સમાંથી જયારે એક ફેને પોતાના ઈન્ટ્રોડક્શનમાં કહ્યું કે તે વકીલ અને લો પ્રોફેસર છે અને તેને દીપિકા અને રણવીરના લગ્ન અટેન્ડ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું.

આ પરથી દીપિકાએ મજાકીયા અંદાજમાં કહ્યુ હતું કે,’બની શકે કે મને જલ્દી જ તમારી જરૂર પડી શકે.’આ સાંભળી ત્યાં ઉપસ્થિત દરેક લોકો હસી પડ્યા હતા. આગળ આ વકીલે મજેદાર સવાલ પૂછ્યો હતો કે,’ શું ક્યારેય રણવીરે તમારી સામે બેડમીંટ કોર્ટમાં આવવાની હિંમત કરી છે?’

દીપિકાએ’હા’ પાડી ત્યારે ફેને બીજો સવાલ એ કર્યો હતો કે,’તો પછી તમારા બંનેમાંથી કોણ જીત્યું હતું?’ એનો જવાબ આપતા દીપિકાએ કહ્યું હતું કે,’એ વાત તો ચોખ્ખી જ છે કે કોણ જીત્યું હશે.

પણ હું તમને અમારા બંનેનો સ્કોર જણાવીશ તો રણવીર નારાઝ થઇ જશે, એ હાલ હૈદરાબાદમાં છે અને પછી ત્યાંથી પાછા નહીં આવે. તો સ્કોર જણાવવાનું રહેવા દઈએ.’

 

એ સાંભળી ફરી ત્યાં બેઠેલ દરેક સદસ્યો હસી પડ્યા હતા. પણ સવાલ એ છે કે દીપિકાએ મજાક મજાકમાં એવું શા માટે કહ્યું કે તેને એક વકીલની જરૂર પડી શકે છે.
સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતી દીપિકાએ સોશિયલ મીડિયામાં એક વિડિઓ અપલોડ કર્યો હતો જેના કૅપ્શનમાં તેને લખ્યું હતું કે ‘કમીંગ સૂન’ હવે દીપિકા એવું શું કરવા જઈ રહી છે જેમાં તેને એક વકીલની જરૂર પડી શકે છે.

 

View this post on Instagram

 

This one was a cool question thrown by the audience to #deepikapadukone who was in conversation with my favourite #shekhargupta 👍

A post shared by Viral Bhayani (@viralbhayani) on

જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ ભારતના શ્રેષ્ઠ બેડમીંટ ખેલાડીઓમાંથી એક એવા પ્રકાશ પાદુકોણની દીકરી છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.