મનોરંજન

શુટના બીજા દિવસોએ દીપિકાને આવ્યો હતો આવો એટેક, કહ્યું-કે પસીનાથી રેબઝેબ થઇ હતી,પગમાંથી લોહી નીકળતું હોય એવું…

દીપિકા પાદુકોણ હાલમાં તેની આગામી ફિલ્મ ‘છપાક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ સિનેમા ઘરોમાં રિલીઝ થશે. આ મેઘના ગુલઝાર નિર્દેશિત આ ફિલ્મ એસિડ સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ પર બનાવવામાં આવી છે. આ ફિલ્મના ટ્રેલર પ્રસંગે દીપિકા ભાવુક થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Movie like boss (@movie_like_boss) on

હાલમાં જ દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં આ ફિલ્મના શૂટિંગમાં આવેલા સંઘર્ષને લઈને વાત કરી હતી. દીપિકાએ જણાવ્યું હતું કે, ‘છપાક’ ફિલ્મના શૂટિંગના બીજા દિવસે તેને પેનિક એટેક આવ્યો હતો. આ દરમિયાન તે બહુ ગભરાઈ ગઈ હતી. જયારે અમે પ્રોસ્થેટિક્સ કરી રહ્યા હતા ત્યારે મને એટેક આવ્યો હતો કારણકે મને ક્લોસ્ટ્રોફોબિયા છે. હું આખી પસીનાથી રેબઝેબ થઇ ગઈ હતી. મને લાગતું હતું કે, મારા પગમાંથી લોહી વહી રહ્યું છે. મને યાદ છે કે, હું ખુદને કહી રહી હતી કે, હું આ નહીં કરી શકું.

 

View this post on Instagram

 

A post shared by deepika padukone (@deepika.padukone.fanns) on

દીપિકાએ વધુમાં કહ્યું હતું કે, ભાવનાત્મક રીતે આ ફિલ્મ મારી માટે સૌથી પડકારજનક ફિલ્મ હતી. શૂટિંગ પહેલા અમે ઘણી તૈયારી કટી હતી. જેમાં લુક ટેસ્ટ, પ્રોસ્થેટિક્સ-કોસ્ચ્યુમ પર કામ, કો-એક્ટ્રેસ અને મેઘના ગુલઝાર સાથે રીડીગ પણ કરી લીધું હતું. આ સાથે જ મેં લક્ષ્મી અગ્રવાલ સાથે પણ સમય વિતાવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by BB Media (@ibbmedia) on

પરંતુ આ પ્રકારની ફિલ્મમાં કયારે પણ પુરી રીતે તૈયારી નથી કરી શકાતી. હું ખુદને એ સમય માટે તૈયાર કરી શકતી ના હતી જયારે મારા ચહેરા પર એસિડ ફેંકવામાં આવ્યું હતું ? હું એ વાતનો અંદાજો લગાવી શકું છું કે આ કેવી રીતે થયું ? પરંતુ હું ફક્ત એક્શન અને કટની વચ્ચે જ જીવી શકું છું. મારી પાસે એવો ઘણો સમય છે જેની અસર મારી માનસિક હાલત પર થઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકાએ આ ફિલ્મને લઈને વધુમાં કહ્યું હતું કે, આખી ફિલ્મ દરમિયાન પ્રોસ્થેટિક્સ ના કારણે હું ફક્ત નાકથી જ શ્વાસ લઇ શકતી હતી. મારુ મોઢું આખું ના ખુલવાને કારણે હું સારી રીતે જમી પણ શકતી ના હતી. આ બહુ જ ઈમોશનલ સફર હતી. હું આ બધું કરવા માટે તૈયાર હતી કારણકે આ એક કહાની હતી જે અમારે બતાવવાની હતી જે મારી અસલી જિંદગીથી વધુ મહત્વપૂર્ણ હતી. જે હું દરરોજ થોડા કલાકો માટે જીવી રહી હતી. જયારે હમને કમજોરી લાગતી હતી ત્યારે હું લક્ષ્મી એન બીજા સર્વાઇવર વિષે વિચારતી હતી. એ લોકોએ બહુ સહન કર્યું છે. આ લોકો મેન આખો દિવસ મદદ કરતા હતા.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone World❤️ (@deepikaholic_world) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.