બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ તેની દરેક ફિલ્મો માટે સખત મહેનત કરે છે. તે તેની ફિલ્મના પાત્રમાં જીવ રેડી દે છે. તાજેતરમાં જ દીપિકા પાદુકોણને બીજી સારી ફિલ્મ મળી છે. અહેવાલો અનુસાર, દીપિકા ફિલ્મ નિર્માતા મધુ મન્ટેના સાથે ફિલ્મ મહાભારત બનાવવા માંગે છે.

મળેલા અહેવાલો અનુસાર, દીપિકા આ ફિલ્મમાં દ્રૌપદીની ભૂમિકા નિભાવશે અને આ ફિલ્મને દ્રૌપદીના દ્રષ્ટિકોણથી બતાવવામાં આવશે. જો કે હજી દીપિકાએ ફિલ્મ અંગે મૌન ધારણ કરી રાખ્યું હતું, આ ફિલ્મના કાસ્ટ અને દિગ્દર્શક અંગે કોઈ કોઇ પ્રકારની માહિતી જાહેર કરવામાં આવી ન હતી. પરંતુ તાજેતરમાં દીપિકાએ એક ઇન્ટરવ્યુમાં ફિલ્મથી સંબંધિત પોતાના મંતવ્યો શેર કર્યા છે.

આ ઇન્ટરવ્યુ દરમિયાન દીપિકાએ ફિલ્મ મહાભારતને લગતા પ્રશ્નોના જવાબો આપ્યા હતા. દીપિકાએ પુષ્ટિ કરી કે આ ફિલ્મ બની રહી છે. જો કે, તેમણે એમ પણ ઉમેર્યું હતું કે આ કોઈ સામાન્ય પ્રોજેક્ટ નથી અને આ ફિલ્મ બનાવવા માટે આખી ટીમને મહેનત કરવી પડશે. વધુમાં જણાવતા દીપિકાએ કહ્યું કે, ‘પ્રોજેક્ટ્સની ઘોષણા સાથે ફક્ત તેની જાહેરાત કરવામાં વિશ્વાસ રાખે તેવા લોકોમાં હું આવતી નથી.’

મેં ખૂબ વિચાર-વિમર્શ કર્યા પછી આ પ્રોજેક્ટ પસંદ કર્યો છે. વધુમાં દીપિકાએ કહ્યું કે,’હું છપાકના પ્રમોશનમાં વ્યસ્ત હતી, તેથી આ ફિલ્મ વિશે વાત કરવાનો સમય નહોતો મળ્યો. અમને હજી પણ આ ફિલ્મના કાસ્ટ અને ક્રૂ વિશે નિશ્ચિત નથી. મહાભારત બનાવવું એ કોઈ સામાન્ય ફિલ્મ બનાવવા જેવું નથી.’

‘પ્રોડક્શન, બજેટથી લઈને કોસ્ચ્યુમ સુધી દરેક વિભાગ આ ફિલ્મ માટે પાંચ ગણી વધારે મહેનત કરશે. હું આ ફિલ્મ ટૂંકા સમયગાળામાં પૂર્ણ થાય તેમ નથી. આ મારી કારકિર્દીનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે.’ ઉલ્લેખનીય છે કે ફિલ્મ મહાભારત આવતા વર્ષે એટલે કે દિવાળી 2021 માં રિલીઝ થવાની છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા થોડા સમય પહેલા ફિલ્મ છપાકમાં જોવા મળી હતી. આ ફિલ્મ સિવાય તે રણવીર સિંહ સાથે ફિલ્મ 83 માં પણ કામ કરી રહી છે. ક્રિકેટ વર્લ્ડ કપ 1983 પર આધારિત આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવ અને દીપિકા તેની પત્નીની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય તેણે તાજેતરમાં જ પોતાની એક બીજી ફિલ્મ પણ કરી હતી. તે હોલિવુડ ફિલ્મ ધ ઇંટરની હિન્દી રિમેકમાં કામ કરી રહી છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.