બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ છે. આ પહેલા દીપિકા પાદૂકોણના પરિવારના સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. દીપિકાએ કોરોનાની જાહેરાત કર્યા પહેલાં તેના પિતા પ્રકાશ પાદૂકોણ, માતા ઉજાલા પાદૂકોણ અને બહેન અનીષા પાદૂકોણની કોરોનાગ્રસ્ત થયાની માહિતી સામે આવી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર પ્રકાશ પાદુકોણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે તો દીપિકા પરિવાર સાથે ઘરમાં ક્વોરન્ટાઈન થઈ છે. દીપિકા હાલ તેના પરિવાર સાથે બેંગ્લોરમાં છે. થોડાં દિવસ પહેલાં એક્ટ્રેસ દીપિકા તેના પતિ રણવીર સાથે મુંબઈ એરપોર્ટ પર દેખાઈ હતી.
પરંતુ આ વાતની પુષ્ટિ હજુ સુધી દીપિકાએ સત્તાવાર રીતે કરી નથી. પરંતુ દીપિકા પાદુકોણ પાછલા મહિને રણવીરની સાથે એરપોર્ટ પર સપોટ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા પોતાના પરિવારની સાથે સમય પસાર કરવા બેંગલુરૂ ગઈ છે.
સેલિબ્રિટી જર્નલિસ્ટ વિરલ ભાયાણીએ પણ એક પોસ્ટ શેર કરી આ વાતની જાણકારી આપી છે. તેમણે દીપિકાની એક તસવીર શેર કરી છે, તેની સાથે કેપ્શનમાં લખ્યું, માતા, પિતા અને બહેન બાદ દીપિકા પાદુકોણ પણ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. ફેન્સ તેના જલદી સાજા થવાની કામના કરી રહ્યાં છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે પ્રકાશ પાદૂકોણે હાલમાં જ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો અને બીજા ડોઝ માટે રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તે પહેલા જ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે અને બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.