ફિલ્મી દુનિયા

બોલીવુડના ડ્રગ્સ કનેક્શનની તપાસ દીપિકા પાદુકોણ સુધી પહોંચી, સામે આવી વોટ્સઅપ ચેટ

બૉલીવુડના  દિવગંત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલાની તપાસ બૉલીવુડના ડ્રગ્સ કનેક્શન સુધી પહોંચી છે. આ મામલ બોલીવુડની ટોચની એક્ટ્રેસનું નામ પણ સામે આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

સુશાંત સિંહ રાજપૂતના મોતને મામલે થયેલી ડ્રગ્સની તપાસ હવે બૉલીવુડની ટોપ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સુધી પહોંચી છે. આ પહેલા શ્રદ્ધા કપૂર , રકૂલ પ્રીત સિંહ અને સારા અલી ખાનનું નામ પણ સામે આવ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સોમવારે સુશાંતની ટેલેન્ટ મેનેજર જ્યા સાહાની ચાર કલાક પુછપરછ કરી હતી. જે બાદ ન્યુઝ ચેનલ દ્વારા એનસીબીના સૂત્રોથી વોટ્સઅપ ચેટ ચલાવવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

આ ચેટ મુજબ ડી, કે પાસેથી ‘માલ’ એટલે કે ડ્રગ્સની માંગ કરી રહી છે. દાવો કરવામાં આવ્યો છે કે, ડી એટલે દીપિકા અને કે એટલે કરિશ્મા. કરિશ્મા કોન ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીની કર્મચારી છે. કોન કંપનીનો ઘણા મોટા એક્ટર અને એક્ટ્રેસે સાથે કોન્ટ્રાકટ છે. જેમાં દીપિકાનું નામ પણ શામેલ છે. નવી ચેટ સામે આવ્યા બાદ બતાવવામાં આવી રહ્યું છે કે, દીપિકા પાદુકોણને પણ જલદી જ એનસીબી પુછપરછ માટે સમન્સ પાઠવી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

ચેટની ડીટેલ તમે નીચે વાંચી શકો છો.

ડી : શું તારી પાસે માલ છે ?

કે : હા પરંતુ ઘરમાં છે. હું બાંદ્રા છું.

કે: જો તમારે જોઈએ તો હું અમિતને કહી દઉં છું.

ડી: હા પ્લીઝ.

કે: અમિત પાસે છે તે રાખે છે.

ડી: Hash છે ?

ડી : ગાંજો નહીં.

કે: કોકો પાસે તું ક્યારે આવી રહી છે ?

ડી: સાડા અગિયારથી બાર વચ્ચે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.