ફિલ્મી દુનિયા

દીપિકાની ‘છપાક’ ચારેય કોરથી ફસાઈ, એસિડ ફેંકનારને મુસ્લિમની જગ્યાએ હિન્દુ બતાવ્યો? પછી જે થયું

દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ 10 જાન્યુઆરીએ સિનેમા ઘરોમાં રીલિઝ થઇ રહી છે. દીપિકા આ ફિલ્મમાં એસિડ સર્વાઇવરનો રોલ નિભાવી રહી છે. આ ફિલ્મમાં દીપિકાનું નામ માલતી હોય છે. આ ફિલ્મ એસિડ સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની જિંદગી પર બનેલી છે. પરંતુ હાલમાંજ દીપિકાની આ ફિલ્મ કંટ્રોવર્સીમાં આવી ગઈ છે.

આજકાલ દીપિકાની ફિલ્મ છપાકને #boycottchhapaak ટ્વીટર પર ટોપ ટ્રેન્ડ બની ગઈ છે. લોકો દીપિકાને ટ્રોલ કરી રહ્યા છે. પરંતુ હાલમાં જ એક નવા વિવાદે જન્મ લઈ લીધો છે. જેમાં લોકો દીપિકાને સવાલ કરી રહ્યા છે કે, તેમણે એસિડ ફેંકનારા યુવકનું નામ નદીમથી રાજેશ કેમ રાખ્યું.

લક્ષ્મી અગ્રવાલને નદીમ ખાન નામના શખ્સે એસિડ ફેંક્યું હતું જયારે બાયોપિકમાં ‘છપાક’માં આ કેરેક્ટરનું નામ બદલી આપવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં યુઝર્સ દાવો કરી રહ્યા છે કે નદીમના કેરેક્ટરનું નામ ફિલ્મ રાજેશ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મ એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ પર આધારિત છે. આ ફિલ્મમાં લક્ષ્મીનું નામ બદલીને માલતી કરવામાં આવ્યું છે. નદીમના કેરેક્ટરનનું નામ રાજેશ રાખવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. છપાકના પીઆર ટીમના સૂત્રોએ જણાવ્યું હતું કે, ફિલ્મમાં નદીમના કેરેક્ટરનું નામ બાબુ ઊર્ફ બશીર ખાન નામ આપવામાં આવ્યું છે.

આવો જાણીએ સ્ટોરીનો થોડો હિસ્સો
માલતીના ફોનમાંથી ઘણા છોકરીના નંબર મળે છે,. જેમાંથી એક રાજેશ હોય છે, જે માલતીને શાયરી મોકલે છે, તે બંને સાથે જ સ્કૂલ જાય છે અને ઓલમોસ્ટ ગર્લ ફ્રેન્ડ અને બોયફ્રેન્ડ હોય છે. આ વાત માલતી કોર્ટમાં પણ જણાવે છે. માલતીના ઘરની બાજુમાં એક મુસ્લિમ પરિવાર રહે છે, જે કપડાં સિલાઈનું કામ કરે છે. આ ઘરના મોટા દીકરાનું નામ હોય છે બશીર ખાન ઉર્ફે બબ્બુ. બશીરને માલતી બબ્બુ ભાઈ તરીકે બોલાવે છે.

એક દિવસ મળતી અને રાજેશને સાથે જોઈને બબ્બુ ગુસ્સે થઇ જાય છે. બબ્બુ રાજેશને મારીને ભગાડી દે છે, આ બાદ માલતી સાથે પઝેસિવ થઇ જાય છે. માલતી કહે છે સોરી બબ્બુ ભાઈ. તો બબ્બુ કહે છે કે હું તારો ભાઈ નથી રાતે માલતીને ફોન કરે છે, માલતી ફોન નથી ઉઠાવતી તો બબ્બુ આઈલવ યુનો મેસેજ કરે છે. મળતી ફોન ઓફ કરી દે છે. આ બાદ તે ફરી માલતી અને રાજેશને સાથે જોઈ જતા ગુસ્સો કરે છે, અને માલતી પર એસિડ ફેંકે છે. આ બાદ અને આ પહેલા શું થાય છે તે માટે ફિલ્મ જોવી પડશે. પરંતુ જ્યાં સુધી ફિલ્મ રિલીઝ ના થાય ત્યાં સુધી કંઈ પણ કહેવું જરૂરી નથી.

આ ફિલ્મ લક્ષ્મી અગ્રવાલની બાયોપિક છે, વર્ષ 2005માં લક્ષ્મી અગ્રવાલ પર નદીન ખાન નામના એક શખ્સ અને તેના ત્રણ સાથીઓએ ખાન માર્કેટમાં તેના પર એસિડ એટેક કર્યો હતો. છપાક ફિલ્મ દીપિકાના બેનરની પહેલી ફિલ્મ છે.વિક્રાંત ફિલ્મમાં પત્રકારના રોલમાં છે. જે ઈન્સાફની લડાઈમાં માલતી એટલે કે દીપિકા પાદુકોણનો સાથ આપે છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2020ના રોજ રિલીઝ થશે.

ગુજ્જુરોક્સ એસિડ એટેક કરનાર યુવકનું નામ અને સાથે ધર્મ પરિવર્તન કર્યું છે આ દાવાની પૃષ્ટિ કરતું નથી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.