રણબીર કપૂરને કોન્ડમ ગિફ્ટ કરવા માંગતી હતી દીપિકા, દીપિકાએ એવી વાત કહી કે ફેન્સ હચમચી ઉઠ્યા

કપૂર ખાનદાનમાં હવેથી એક સુંદર વ્યક્તિની એન્ટ્રી થઇ ગઈ છે. બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ફાઈનલી હવે શ્રીમતી રણબીર કપૂર બની ગઈ છે. આજે પરિવાર તથા દોસ્તોની હાજરીમાં ‘વાસ્તુ’માં રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આજીવન સાથે જીવવાના કોલ લીધા હતા અને અગ્નીની સાક્ષીએ તેઓ લગ્નના બંધનમાં બંધાયા હતા.

બોલિવૂડના સ્ટાર અભિનેતા રણબીર કપૂર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. તેણે બોલિવુડ ઈન્ડસ્ટ્રીની ઘણી હીરોઇનો સાથે અફેર હોવાની ચર્ચા ઉઠતી હોય છે. જેમાં દીપિકા પાદુકોણનું નામ પહેલું આવે છે. બૉલીવુડ અભિનેત્રી દીપિકા રણબીરના પ્રેમમાં એટલી વધારે ડૂબી ગઈ હતી કે તેણે પોતાના ગળા પર એક્ટરના નામનું ટેટૂ પણ કરાવી લીધુ હતું.

પરંતુ સમયની સાથે આ સંબંધ તૂટી ગયો અને હન્નેના રસ્તા હંમેશા માટે અલગ થઈ ગયા. રણબીર કપૂર દીપિકા પાદુકોણ ભલે આજે સારા મિત્રો હોય પણ એક સમય હતો જ્યારે તે કપલ બ્રેકઅપ બાદ એક બીજાથી દૂરી બનાવીને રાખતુ હતું. જણાવી દઈએ કે જ્યારે રણબીર કપૂર દીપિકા પાદુકોણનું બ્રેકઅપ થયું હતું ત્યાર બાદ બન્નેએ મીડિયામાં એક બીજા વિશે ઘણી વાતો કહી હતી.

આમ જોવા જઈએ તો બોલિવુડમાં એક સમયે સૌથી ચર્ચિત જોડી રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ હવે પોત પોતાના જીવનમાં આગળ વધી ચુક્યા છે અને આજે તો રણબીર કપૂરના લગ્ન થઇ ગયા છે પણ પણ એક સમય હતો જ્યારે દીપિકા પાદુકોણ, રણબીર કપૂરથી અલગ થયા બાદ ડિપ્રેશનમાં જતી રહી હતી. થોડા સમય બાદ રણબીર કપૂર પોતાની બહેન કરીના કપૂરની સાથે કરણ જોહારના શોમાં પહોંચ્યા હતા.

રેપિડ રાઉન્ડ સવાલ સમયે રણબીર કપૂરે દીપિકા પાદુકોણને સૌથી મીન ગર્લ ગણાવી હતી. ત્યાં જ દીપિકાએ અભિનેતા રણબીરને કોન્ડમ ગિફ્ટ કરવાની વાત કહી હતી અને તેનો સાથે આપ્યો હતો સોનમ કપૂરે. હકીકતે મીડિયામાં ખબર હતી કે ડેબ્યૂ ફિલ્મ સાંવરિયા વખતે રણબીર કપૂર એક્ટ્રેસ સોનમ કપૂરને ડેટ કરી રહ્યા હતા.

YC