ફિલ્મી દુનિયા

બર્થડે ગર્લ દીપિકાના આ 10 ફોટોસ જોઈને હસી હસીને ઉંધા વળી જશો … Hahahaha

બૉલીવુડ એક્ટર રણવીર સિંહ પત્ની દીપિકા પાદુકોણ સાથે પ્રેમનો એકરાર કરવાની એકપણ મોકો છોડતો નથી. એવોર્ડ સમારંભ હોય કે કોઇ પ્રેસ કોન્ફરન્સમાં હોય તે પોતાના મૂડમાં જ રહે છે. તે પોતાની પત્નીને સ્પેશિયલ ફીલ કરાવવા માટે કંઇપણ કરી શકે છે. જોકે, તેમની પાસેથી એક મોટી તક છપાક ટીમે લઇ લીધી છે. આજે 5 જાન્યુઆરીનાં રોજ દીપિકાનો જન્મદિન છે.

છપાકની ટીમે રણવીર સિંહ દીપિકા સાથે બર્થડે ઉજવે તે પહેલા જ તેમણે ઉજવી લીધો છે. છપાક મુવીની ટીમે ગઇકાલે સાંજે જ દીપિકા પાદુકોણ સાથે કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો હતો.

આ બાબતે દીપિકા પાદુકોણે જણાવ્યું હતું કે, આ વર્ષે તે લખનઉના ‘શીરોઝ’ કેફેમાં એસિડ અટેક સર્વાઈવર્સ સાથે પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. આ કેફેની બે બ્રાંચ છે, એક લખનઉમાં અને બીજી આગ્રામાં છે. આ બંને બ્રાંચ એસિડ અટેક સર્વાઈવર્સ ચલાવે છે.

આજે દીપિકા પાદુકોણ તેનો 34મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. શાહરૂખ ખાનની સાથે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી પોતાના કરિયરની શરૂઆત કરનાર દીપિકા પાદુકોણ છેલ્લા એક દાયકાથી બોલિવૂડની ટોપની એક્ટ્રેસિસમાંથી એક રહી છે. દીપિકાએ દેશ વિદેશમાં પણ પોતાનું નામ રોશન કર્યું છે.

સંજય લીલા ભણસાલીએ સાંવરિયા પછી દીપિકા સાથે બેક ટૂ બેક 3 પિક્ચરમાં સાથે કામ કર્યું અને તેના કરિયરને સફળતાના શિખરે પહોંચાડ્યું હતું. આ સિવાય યશ ચોપડાની છેલ્લી ફિલ્મ ‘જબ તક હૈ જાન’નો પણ ભાગ હતી પરંતુ કેટરીના કૈફે દીપિકાની જગ્યા લઈ લીધી હતી. આ સિવાય Yashraj પ્રોડક્શનની જ સુપરહિટ ફિલ્મ ધૂમ ભાગ 3નો પણ તે ભાગ હતી. જોકે, આ ફિલ્મમાં પણ કેટરીનાએ તેને રિપ્લેસ કરી હતી. આમિર ખાન સ્ટારર આ ફિલ્મે બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી.

ફૈશનના સમયમાં દરેક અભિનેત્રી કે ફેશન ડિઝાઈનરના ફેશન સ્ટેટમેન્ટમાં બદલાવો ચોક્કસ જોવા મળે છે. એવામાંઅભિનેત્રી દીપિકા પાદુકોણ પેરિસ ફૈશન વીક 2019 માં પોતાનો જલવો વિખેર્યો હતો દીપિકાએ થોડાક મહિના પહેલા સોશિયલ એકાઉન્ટમાં સ્કૂલના દિવસોની ટીચર્સના રિમાર્કસને શેર કર્યા છે. તો તેના ટીચરોએ દીપિકાને લઈને પણ બહુજ દિલચસ્પ કમેન્ટ કરી છે. દીપિકાના ટીચર્સના આ રીમાર્કસ પર તેના પતિ અને બૉલીવુડ એકટર રણવીરસિંહે દિલચસ્પ કમેન્ટ કરી છે. આ રીતે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની કમેન્ટ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. દીપિકા પાદુકોણે તેના ઇન્સ્ટાગ્રામ પર ત્રણ પોસ્ટ શેર કરી છે. સૌથી પહેલી પોસ્ટમાં ટીચરે દીપિકા પાદુકોણની બાબતે દિલચસ્પ રાય આપી છે. દીપિકા ક્લાસમાં બહુજ વાતોડી હતી. ત્યારે ટીચરે દીપિકા પાદુકોણની ક્લાસમાં વાત કરવાને કારણે ઘણી ફરિયાદ કરી હતી. આ પોસ્ટ પર રણવીરસિંહે કમેન્ટ કરી હતી કે,’શરારતી.’ બીજી પોસ્ટમાં ટીચરે લખ્યું હતું કે,દીપિકા કોઈ પણ આપેલી સુચનોનું પાલન કરવાનું શીખવું જોઈએ. આ પોસ્ટ પર રણવીર સિંહે કમેન્ટ કરી હતી કે, ‘હા ટીચર હું સહમત છું.’

અભિનેત્રી દીપિકા પાદુકોણે ફિલ્મ ‘છપાક’ની શૂટિંગ પુરી કરી લીધી છે. ફિલ્મ એસિડ અટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. ફિલ્મમાં દીપિકા લક્ષ્મીનું જીવન, તેની સાથે જોડાયેલી ઘટના ફિલ્મમાં નિભાવતી જોવા મળશે.

જણાવી દઈએ કે ફિલ્મમાં દીપિકાનો ચેહરો અને દેખાવ બનાવવા માટે પ્રોસ્થેટિક મેકઅપનો ઉપીયોગ કરવામાં આવ્યો હતો. એવામાં ફિલ્મની શૂટિંગ પૂર્ણ થતા જ દીપિકાએ પોતાના ચેહરા પર ઉપીયોગમાં લિધેલો પ્રોસ્થેટિક મેકઅપ સળગાવી નાખ્યો હતો.

દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે છપાકની શૂટિંગના દરમિયાન ઘણી એવી ક્ષણ આવી હતી જેની પોતાના પર પણ અસર થઇ હતી. તેને વ્યક્તિગત અને ભાવનાત્મક રૂપથી પ્રભાવિત કરી. ફિલ્મના દરમિયાન જે ભાવનાત્મક ઘટનાઓથી તે પસાર થઇ તેનાથી મુક્તિ મેળવવા માટે તેણે પોતાનો મેકઅપ સળગાવી નાખ્યો હતો.

દીપિકાએ કહ્યું કે,”લોકો પોતાની સાથે ફિલ્મના શૂટિંગની યાદગીરી સ્વરૂપે કંઈકને કંઈક પોતાની પાસે રાખે છે. પણ મેં શૂટિંગ પૂર્ણ કરીને મેકઅપ પર આલ્કોહોલ નાખીને તેને સેટ પર જ સળગાવી નાખ્યો હતો.”

ફિલ્મની અમુક શૂટિંગ દિલ્લીમાં પણ થઇ હતી જેના અમુક વિડીયો પણ સામે આવ્યા હતા. ફિલ્મમાં વિક્રાંત મૈસી દીપિકાના બોયફ્રેન્ડના કિરદારમાં જોવા મળશે. ફિલ્મમાં દીપિકા ઐસિડ પીડિતા બનવા સુધીના ઘણા પડાવ નિભાવતી જોવા મળશે. જણાવી દઈએ કે ફિલ્મ છપાક 10 જાન્યુઆરી 2020 ના રોજ રિલીઝ થઇ શકે તેમ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App