બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી દીપિકા પાદુકોણે વર્ષ 2017 માં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા અને આજે તે પતિ સાથે ખુશહાલ જીવન જીવી રહી છે. દીપિકા પાદુકોણ ફિલ્મોની સાથે સાથે પોતાની અદાઓ અને ફેશન સ્ટાઇલને લીધે પણ ચર્ચાનો વિષય બનેલી રહે છે.

જણાવી દઈએ કે દીપિકા લગ્ન પહેલા અભિનેતા રણબીર કપૂરને ડેટ કરી રહી હતી. રણબીર સાથેના રિલેશમાં તેને દગો મળ્યો હતો જેનાથી તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી.એવામાં એક ઈન્ટરવ્યુંમાં દીપિકાએ રણબીરનું નામ લીધા વગર જ પોતાની સાથે પ્રેમમાં થયેલા દગા વિષે ખુલાસો કર્યો હતો.

દીપિકાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે પહેલા દગો આપ્યો અને પછી માફી માંગવા લાગ્યો. ત્યારે મેં તેને માફ કરી દીધો હતો. પણ હવે એવું વિચારીને અફસોસ થાય છે કે મેં તેને બીજો મૌકો શા માટે આપ્યો? દીપિકાએ એવું પણ કહ્યું હતું કે મારા માટે રિલેશન એક ફિઝિકલ થવાનું જ નહીં પણ તેમાં ભાવનાઓ પણ જોડાયેલી હોય છે. હું જ્યારે પણ કોઈ રિલેશનમાં રહી, મેં તેને ક્યારેય દગો આપ્યો નથી”.

“જો મારે દગો આપવો જ હોય તો રિલેશનમાં શા માટે રહું? તેના કરતા બેસ્ટ છે કે હું સિંગલ જ રહું અને મસ્ત રહું. પણ દરેક આવું નથી હોતું, માટે મારે પહેલા ખુબ દુઃખ વેઠવું પડ્યું. હું એટલી નાસમજ હતી કે મેં તેને બીજો મૌકો આપ્યો, જ્યારે મેં તેને રંગે હાથ પકડી લીધો હતો. જેના પછી તેણે મારી સામે માફી પણ માંગી હતી અને મેં તેને માફ કરી દીધો જે મારી સૌથી મોટી મુર્ખામી હતી”.

“મને તે બધી બાબતોમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગી ગયો. પણ જ્યારે હવે હું બહાર આવી જ ચુકી છું તો હવે કોઈપણ મને તે સમયમાં પાછી ન લાઈ જઈ શકે. જ્યારે તેણે મને પહેલી વાર દગો આપ્યો ત્યારે મને લાગ્યું હતું કે આ રિલેશનમાં કે પછી મારામાં જ કોઈ ખામી હશે. પણ જયારે દગો આપવો કોઈની આદત જ હોય તો તે એવું જ કરતા હોય છે”.

“મેં મારા રિલેશનમાં ઘણું બધું કર્યું, પણ બદલામાં મને કંઈ ન મળ્યું. દગો કોઈપણ સબંધનો અંત જ હોય છે. જ્યારે એક રિલેશનમાં દગો આવી જાય છે તો ઈજ્જત પણ ચાલી જાય છે, વિશ્વાસ ચાલ્યો જાય છે, કેમ કે તમારા રિલેશનમાં દીવાલ હોય છે જેને તમે ન તોડી શકો”.

હાલ દીપિકા આ બધાથી દૂર પતિ રણવીર સિંહ સાથે ખુશનુમા જીવન વિતાવી રહી છે. આ જોડી ફિલ્મ 83 માં સાથે જોવા મળશે. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં અને દીપિકા રણવીરની પત્નીના કિરદારમાં જોવા મળશે.