દુબઇમાં એવોર્ડ લેવા સાડી પહેરીને ગ્લેમર લુકમાં પહોંચી દિપીકા પાદુકોણ, આ કારણે લોકો એ તો પણ કરી ટ્રોલ

બોલીવુડની સુંદર અભિનેત્રી એવી દીપિકા પાદુકોણ લગાતાર સફળતાના શિખરો ચઢી રહી છે.દીપિકાની કારકિર્દીમાં એક અન્ય પ્રસિદ્ધિ જોડાઈ ગઈ છે.તાજેતરમાં જ દીપિકાને દુબઈમાં TIME 100 એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.આ એવોર્ડ મેળવીને દીપિકા દુનિયાભરની પ્રેસ્ટિજીયસ લિસ્ટમાં મોસ્ટ ઇન્ફ્લુએંશલ લોકોમાં શામિલ થઇ ચુકી છે. ફંક્શનમાં શામિલ થતા પહેલા દીપિકાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જે ખુબ વાયરલ થઇ રહ્યો છે, વીડિયોમાં દીપિકા પોતાની ઉત્સુકતા અને નર્વસનેસ વર્ણવતી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ❤ (@bollywoodarab.fc)

ફોટાગ્રાફર વિરલ ભયાનીએ દીપિકાનો વીડિયો પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં ફંક્શન માટે નીકળતા પહેલા કારમાં બેઠેલી દીપિકાને જોઈ શકાય છે. જ્યારે એક વ્યક્તિએ તેને પૂછ્યું કે તે કેવું અનુભવી રહી છે, જેના જવાબમાં દીપિકાએ કહ્યું કે,”હું ખુબ  જ નર્વસ છું, ખબર નહિ કેમ. તમે મારા ચેહરા પર નર્વસનેસ જોઈ શકો છો.મેં એક સ્પીચ લખીને પણ તૈયાર કરી છે, મને અપેક્ષા છે કે તે મારા માટે મીનિંગફુલ હશે. હું સારી સ્પીચ માટે પૂરતી કોશીશ કરીશ અને મસ્તી-મજા કરીશ. હું એન્જોય કરવા માંગુ છું”.

 

View this post on Instagram

 

A post shared by Aashni + Co (@aashniandco)

એવોર્ડ સમારોહમાં દીપિકાના લુકની વાત કરીએ તો તેણે સ્લીવલેસ બ્લાઉઝની સાથે શિમરી સાડી પહેરી હતી.દીપિકાએ વાળમાં બન બનાવી રાખ્યું હતું.પોતાના લુકને કમ્પ્લીટ કરવા તેણે સિલ્વર નેકલેસ અને ઈયરરિંગ પહેર્યા હતા.દીપિકાનો લુક ચાહકોને ખુબ પસંદ આવ્યો હતો અને ચાહકોએ તેના લુક પર બ્યુટીફૂલ,ગોર્જીયસ, ક્યૂટ વગેરે જેવી કમેન્ટ કરી હતી અને હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી હતી, જ્યારે બીજી તરફ અમુક યુઝરે દીપિકાને ટ્રોલ પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by AKSHUUUUU… (@_rain.bow_edits_)

જે રીતે દીપિકાએ નર્વસ હોવાની વાત કહી છે તેના પર યુઝર્સ અલગ મતલબ કાઢી રહ્યા છે.એક યુઝરે કહ્યું કે,’નર્વસ..?તારી પાસે માલ તો છે જ ને!’ અન્ય એક યુઝરે લખ્યું કે,’આ બધું તો ઠીક પણ બાજુમાં બેઠેલો રણવીર કેમ ઉદાસ છે?”  જો કે દીપિકાને આવા ટ્રોલ્સનો કોઈ ફર્ક પડતો નથી. દીપિકાની ફિલ્મ ગહેરાઈયા અમુક સમય પહેલા જ રિલીઝ થઇ છે અને હવે તે શાહરુખ ખાન સાથે ફિલ્મ પઠણમાં જોવા મળશે. ફિલ્મમાં જોન અબ્રાહમ પણ ખાસ કિરદારમાં જોવા મળશે. આ સિવાય દીપિકા પાસે ફિલ્મ ઈટર્ન, ફાઈટર પણ છે અને તે સાઉથ અભિનેતા પ્રભાસના પ્રોજેક્ટમાં પણ મુખ્ય કિરદારમાં જોવા મળશે.

જુઓ દીપિકા પાદુકોણનો વીડિયો…

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Krishna Patel