ઘણીવાર બોલીવૂડના સિતારાઓ પોતાની બાળપણની તસ્વીર શેર કરતા રહે છે. ત્યારે હવે બોલિવૂડની એક પ્રસિદ્ધ અભિનેત્રીએ પણ પોતાની બાળપણની તસ્વીર શેર કરી છે, જેને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરાઈ રહી છે. પોતાના બાળપણની તસ્વીર શેર કરનાર આ અભિનેત્રી બીજી કોઈ નહિ પણ દીપિકા પાદુકોણ છે. તેને પોતાના બાળપણની તસ્વીરો શેર કરી છે જે ખૂબ જ વાયરલ થઇ રહી છે.
આ તસ્વીરોને તેમના ચાહકો ખૂબ જ પસંદ કરી રહયા છે અને આ પોસ્ટને જોઈને દીપિકાના ચાહકો તેને વધામણી આપતા ખુશખબર વિશે પણ પૂછી રહયા છે. દીપિકાએ શેર કરેલી આ તસ્વીરમાં દીપિકા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે અને ઊંઘતી દેખાઈ રહી છે. આ તસ્વીર પર તેમના પતિ અભિનેતા રણવીર સિંહે પણ સ્માઈલવાળી ઈમોજી કોમેન્ટ કરી છે.
દીપિકાએ પોતાના બાળપણની એક નહિ પણ બે તસ્વીરો શેર કરી છે, અને બંને તસ્વીરોમાં તે અલગ-અલગ પોઝમાં જોવા મળી રહી છે. આ બંને તસ્વીરોમાં દીપિકાને ઓળખવી મુશ્કેલ છે. જો કે આ પહેલીવાર નથી કે દીપિકાએ પોતાના બાળપણની તસ્વીરો શેર કરી હોય. આ પહેલા પણ તે પોતાના બાળપણની તસ્વીરો શેર કરી ચુકી છે.
ફિલ્મોની વાત કરીએ તો દીપિકા જલ્દી જ મેઘના ગુલઝારની ફિલ્મ છપાકમાં એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની ભૂમિકામાં જોવા મળશે. સાથે જ દીપિકા રણવીર સિંહ સાથે ફિલ્મ 83માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા કપિલ દેવની પત્ની રોમી દેવીનું પાત્ર ભજવી રહી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.