મનોરંજન

સ્ટેજ પર અચાનક સન્નાટો ફેલાઈ ગયો, દીપિકા શ્રીદેવી વિશે એવું બોલી કે બોની કપૂરના આંસુ વહી ગયા!

બૉલીવુડ ફિલ્મ મેકર બોની કપૂર અને શ્રીદેવીની લવ સ્ટોરી ઘણી મજેદાર છે. શ્રીદેવીના નિધન બાદ બોની કપૂર તેને બહુજ યાદ કરે છે. બોની કપૂર ક્યારેક-કયારેક શ્રીદેવીની યાદમાં ઈમોશનલ પણ થઇ જાય છે. હાલમાં જ બોની કપૂર એક ઇવેન્ટમાં શ્રીદેવીને યાદ કરીને ઈમોશનલ થઇ ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by #deepveerwale ❤ (@_deepveeraddict_) on

શ્રીદેવએ આ દુનિયાને અલવિદા કહી તેને દોઢ વર્ષથી વધુ સમય થઇ ગયો છે. શ્રીદેવીનું મોત 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઇની એક હોટેલમાં થયું હતું. શ્રીદેવી લગ્નમાં હાજરી આપવા માટે દુબઇ ગઈ હતી. શ્રીદેવીની યાદમાં બોની કપૂરે એક બુક લોન્ચ કરી છે. આ બુક લોન્ચ ઇવેન્ટમાં દીપિકા પાદુકોણ પહોંચી હતી.

 

View this post on Instagram

 

A post shared by #deepveerwale ❤ (@_deepveeraddict_) on

શ્રીદેવીની અંગત જિંદગી પર તેની બાયોગ્રાફી ‘શ્રીદેવી: ધ ઇન્ટર્નલ સ્ક્રીન ગોડસ’ નું દિલ્લીમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સત્યાર્થ નાયકની આ બુક લોન્ચ દરમિયાન દીપિકા પાદુકોણ અને બોની કપૂર એક સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. આ વચ્ચે દીપિકા પાદુકોણ શ્રીદેવીને યાદ કરીને તેની ફીલિંગ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone Malaysia FC (@teamdeepikamy) on

દીપિકા જયારે શ્રીદેવીના વખાણ કરતી હતી ત્યારે બોની કપૂર ભાવુક થઇ ગયા હતા. બોની કપૂર તેના આંસુ રોકી શક્યા ના હતા. જે બાદ દીપિકા પાદુકોણે બોની કપૂરને ગળે લગાડીને સાંત્વના પાઠવી હતી. આ બન્નેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ ઇવેન્ટમાં ગૌરી શિંદે પણ હાજર રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by #DeepVeer ❤ ( FAN PAGE ☝️) (@deepikapadukonebeautiful) on

દીપિકા પાદુકોણે આ મૌકા પર જણાવ્યું હતું કે, તે શ્રીદેવીને ચેમ્પિયન માનતી હતી. દીપિકાએ વધુમાં કહ્યું હતું કે, જયારે 2007માં મારી કરિયરની શરૂઆત કરી હતી. આ બાદ જયારે મારી ફિલ્મ રીલિઝ થયા બાદ શ્રીદેવી મને મેસેજ કરતી હતી. તે બધા જ મેસેજ મારી પાસે આજે પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Karoly Media (@karolymedia) on

દીપિકાએ વધુમાં કહ્યું હતું કે, અમારા સંબંધ એટલા સારા હતા કે અમે ઘરની વાતો પણ કરતા હતા. છેલ્લે મારે અને શ્રીદેવીને ઘરના સ્ટાફથી થનારી તકલીફને લઈને વાત કરી હતી. વધુમાં કહ્યું હતું કે, શ્રીદેવી એક એવી એક્ટ્રેસ હતી જે વ્યક્તિગત રીતે પણ મને પ્રિય છે.

 

View this post on Instagram

 

A post shared by #deepveerwale ❤ (@_deepveeraddict_) on

જયારે બોની કપૂરે દીપિકા પાદુકોણને બુક લોન્ચ માટે પૂછ્યું ત્યારે તેને તુરંત જ હા પાડી દીધી હતી કારણે શ્રીદેવીની બુક હતી. પરંતુ દીપિકાએ હા એટલા માટે પડી હતી કે, આ એજ માણસ છે જેને દીપિકા અંગત રીતે બહુજ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by #deepveerwale ❤ (@_deepveeraddict_) on

દીપિકાએ બુક લોન્ચ પ્રસંગે કહ્યું હતું કે, તેને ઘણું સન્માનિત મહેસુસ થાય છે કારણકે તેને શ્રીદેવીની બુક લોન્ચ કરવાનો મોકો મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by 💃 ďeepiholicś 💃 (@deepikapadukone_thedreamygirl) on

જણાવી દઈએ કે, શ્રીદેવી હિન્દી સિનેમા જગતની પહેલી ફિમેલ સુપરસ્ટાર હતી. શ્રીદેવીના અચાનક નિધનથી ફક્ત ફિલ્મ જગત જ નહીં પરંતુ બધા દેશવાસીઓ હેરાન થઇ ગયા હતા. શ્રીદેવીના નિધન બાદ બોલીવુડના તમામ સિતારાએ તેની સાથે ગાળેલો સમય યાદ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone Malaysia FC (@teamdeepikamy) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.