ફિલ્મી દુનિયા

વહેલી સવારે અમૃતસરના સુવર્ણ મંદિરમાં બૉલીવુડનું ક્યૂટ કપલે શિશ ઝૂકાવ્યું, 10 તસ્વીરો ધડાધડ વાઇરલ

બૉલીવુડ એક્ટર રણવીર સિંહ અને એક્ટર દીપિકા પાદુકોણે કાલે એટલે કે 14 નવેમ્બરે તેના લગ્નની પહેલી વર્ષગાંઠ મનાવી હતી. લગ્નની પહેલી વર્ષગાંઠ નિમિતે દીપિકા-રણવીર શુક્રવારે વહેલી સવારે અમૃતસરના હરમંદિર સાહિબ પહોંચ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર,બન્ને તેના પરિવાર સાથે શુક્રવારે વહેલી સવારે લગભગ 4:30 વાગ્યે અમૃતસર પહોંચી સવારે 5:50 વાગ્યે પરત નીકળી ગયા હતા.

રણવીર-દિપીકાએ હરમંદિર સાહિબમાં માથું ટેકવ્યું હતું. બોલીવુડનું આ કપલ લંગરમાં પણ પરિવાર સાથે જોવા મળ્યા હતા. રણવીર દીપિકા ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.

દીપિકા મરૂન કલરના સલવાર-શૂટ, હેવી જવેલરી અને માથામાં સિંદૂર સાથે બેહદ ખુબસુરત લુકમાં જોવા મળી હતી. તો રણવીર મિક્સ્ડ કલર કુર્તા-પાયજામા અને વેસ્ટ કોર્ટમાં સ્માર્ટ લાગી રહ્યો હતો. ટ્રેડિશનલ લુકમાં બન્નેની મંદિર પરિસરની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.

હરમંદિર સાહિબમાં માથું ટેકવ્યા પહેલા દીપિકા-રણવીર તેના પરિવાર સાથે આંધ્રપ્રદેશમાં તિરુપતિ સ્થિત વેન્કટેશ્વર મંદિરમાં જોવા મળ્યા હતા. રણવીર અને દીપિકા ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.

આ દરમિયાન દીપિકા ટ્રેડિશનલ સાડી અને હેવી જવેલરીમાં બેહદ ખુબસુરત લાગી રહી હતી. તો રણવીર ગોલ્ડન જરી વર્ક વળી શેરવાનીમાં જોવા મળ્યો હતો.

જણાવી દઈએ કે, ગત વર્ષ 14 નવેમ્બરે દીપિકા-રણવીરે ઇટલીમાં કોંકણી અને સિંધી રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. જેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. હાલમાં પણ બંનેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ છવાઈ જાય છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.