દિપીકા પાદુકોણના ફેંસ માટે ગુડ ન્યૂઝ છે. જ્યારથી દિપીકા મા બની છે તેના ફેંસ તેને મિસ કરી રહ્યા છે. એક્ટ્રેસ ઘરની બહાર જોવા નથી મળી અને તેની એક ઝલક માટે તેના ચાહકો તરસી રહ્યા છે. તાજેતરમાં જ એક્ટ્રેસની ફિલ્મ ‘સિંઘમ અગેન’ પણ રીલીઝ થઈ છે અને આ ફિલ્મના કોઈ પણ પ્રમોશન ઇવેંટ પર દિપીકા હાજર ન હતી. એવામાં ફેંસની બધી જ આશા તૂટી ગઈ હતી. પરંતુ ફાઇનલી ફેંસને દીપિકાની એક ઝલકનો મોકો મળી ગયો. દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ પહેલીવાર દીકરી દુઆની સાથે પબ્લિકમાં દેખાયા. આ વિડીયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
જ્યારથી એક્ટ્રેસ મા બની ત્યારબાદ પહેલી વાર પબ્લિકલી જોવા મળી છે. અભિનેત્રી દિપીકા પાદુકોણ મુંબઈના કલીના એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન તેની સાથે રણવિર સિંહ પણ હતો અને ખુશીની વાત એ છે કે આ કપલ સાથે તેની દીકરી ‘દુઆ પાદુકોણ સિંહ’ પણ જોવા મળી. જણાવી દઈએ કે આ દરમિયાન દિપીકાએ પેપરાઝીને કોઈ પોઝ આપ્યા ન હતા, અને સીધા જ એરપોર્ટ પર ચાલ્યા ગયા હતા.
એરપોર્ટ પર દુઆ સાથે દેખાયા દીપવીર
તેમની કાર સીધી જ ગેટ પર ઊભી રહી, જેના કારણે પેપરાઝી દિપીકા કે તેની દીકરીનું મોઢું કેપ્ચર ન કરી શક્યા. જોકે કારમાં દીપિકાની એક ઝલક જોવા મળી જ્યાં એક્ટ્રેસે પોતાની દીકરીને પ્રેમથી ગોદમાં લીધેલી જોવા મળી હતી. દીપિકાએ એરપોર્ટ પર સિમ્પલ મેક્સી ડ્રેસ પહેરેલો હતો અને બેબી કેરીઅર દ્વાર દુઆને પકડી હતી. આ દરમિયાન રણવીર સિંહ પોતાની વાઈફનું ધ્યાન રાખતો દેખાઈ રહ્યો છે.
કયા જવા નીકળ્યું ફેમિલી?
હવે આ ફેમિલીને એરપોર્ટ પર જોઈને ફેંસ પણ વિચારવા લાગ્યા છે કે દીપવીર પોતાની દીકરીને લઈને ક્યાં જઈ રહ્યા છે. શું દુઆ પોતાની પહેલી ટ્રીપ માટે વિદેશ જઈ રહી છે? હજી સુધી આ વાતને લઈને કોઈ સ્પષ્ટતા નથી. અત્યારે તો ફેન્સ આ ન્યુ મોમ અને બેબીને જોઈને જ ખુશ થઈ ગયા છે.
View this post on Instagram