બોલીવુડની સુંદર જોડીઓમાંની એક રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જોડી અવારનવાર ચર્ચામાં આવી જ જાય છે. અમુક મહિનાઓ પહેલા દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના પતી, માનસિક સ્વાસ્થ્ય અને લગ્ન પર દિલ ખોલીને વાતચીત કરી હતી.

દીપિકાને પૂછવામાં આવ્યું કે તે લગ્ન પહેલા રણવીર સિંહ સાથે શા માટે ન રહી? જેનો દીપિકાએ હેરાન કરી દેનારો જવાબ આપ્યો હતો. દીપિકાએ કહ્યું કે,”અમે બંન્ને લગાતાર યાત્રા કરી રહ્યા હતા. આ સિવાય અમારા બંન્ને માટે પરંપરાઓને અવગણવી સહેલી ન હતી. રણવીર હંમેશા કહેતા હતા કે જે વસ્તુ તને ખુશ રાખે અને મને ખુશ રાખે તે યોગ્ય છે, પણ મને લાગતું હતું કે આ બધું એક યોગ્ય સમયે કરવાનું જ ઉચિત રહેશે, જે રીતે મેં મારા પિતાએ બાબતોને સંભાળી છે, હું પણ તેમ જ કરવા માગતી હતી. મને બીજા કોઈ ઉપાયની ખબર ન હતી.”

વાસ્તવમાં દીપિકા માને છે કે તે પોતાની ખાનદાની પરંપરાના વિરુદ્ધ જઈને કઈ પણ કરવા માગતી નથી. જો કે દીપિકા એ પણ માને છે કે સાથે ન રહેવાને લીધે બંન્નેને એક બીજા વિશે જાણવા સમજવાનો વધારે મૌકો મળ્યો.

દીપિકા કહે છે કે,”જો અમે પહેલાથી જ સાથે રહેવાનું શરૂ કરી દઈએ તો એક બીજા વિશે જાણવા સમજવા માટે શું વધતું? આગળના એક વર્ષમાં અમે જે પણ કર્યું છે, કદાચ અમે તેનાથી વંચિત રહી જાત. મને એ કહેતા ખુબ સારું લાગી રહ્યું છે કે અમે બંન્નેએ આ નિર્ણય પર ખુબ સમજદારી દેખાડી, જેનો અમે અત્યારે પૂરો આનંદ લઇ રહ્યા છીએ. અમે લગ્નને આજે પણ એક સંસ્થા માની રહ્યા છીએ અને અમે તેનાથી ખુબ ખુશ છીએ.”

દીપિકાએ કહ્યું કે વર્ષ 2014 માં સૌથી પહેલા મારી માં ને ખબર પડી કે હું ડિપ્રેશનમાં છું. મારું રોવાનું બંધ જ થઇ રહ્યું ન હતું. મારી માં એ મને પૂછ્યું કે ડિપ્રેશનનું કારણ તારી રિલેશનશિપ છે કે પછી તારું કામ? અને મેં કહ્યું કે આમાંથી કોઈજ કારણ નથી. મને કઈ જ ખબર ન હતી પણ હું અંદરથી એકદમ તૂટી ગઈ હતી.”
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ