બૉલીવુડ જગતમાંથી ઘણીવાર એવી એવી ખબર સામે આવે છે જેને સાંભળીને ચાહકોના જીવ પણ તાળવે ચોંટી જતા હોય છે. ઘણા કલાકારો જયારે બીમાર થાય કે તેમની સાથે કોઈ અકસ્માત ઘરે ત્યારે આખો દેશ પ્રાર્થના કરવા પણ લાગી જતો હોય છે, ત્યારે હાલ ખબર દીપિકા પાદુકોણની આવી રહી છે. દીપિકાની તબિયત અચાનક ખરાબ તથા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જેને લઈને ચાહકો પણ ચિંતામાં મુકાયા છે.
મોડી રાત્રે દીપિકા પાદુકોણને ગભરામણની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર તેને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જો કે અભિનેત્રીના પરિવાર કે મિત્રો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે હોસ્પિટલમાં દીપિકાના ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ડોક્ટરોની સારવાર બાદ હવે પાદુકોણની હાલતમાં સુધારો થઈ રહ્યો છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર મુશ્કેલી અનુભવતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જૂનમાં પ્રભાસ સાથે હૈદરાબાદમાં પ્રોજેક્ટનું શૂટિંગ કરતી વખતે પાદુકોણે હૃદયના ધબકારા વધી જવાની ફરિયાદ કરી હતી. તે દરમિયાન તેને તેની તબિયત તપાસ માટે કામિનેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
View this post on Instagram
યે જવાની હૈ દીવાની અને પદ્માવત જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલી દીપિકા પાદુકોણ આ દિવસોમાં ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. તે ટૂંક સમયમાં શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘પઠાણ’ અને રિતિક રોશન સાથે ‘ફાઇટર’માં જોવા મળશે. આ સાથે તે હોલીવુડ ફિલ્મની હિન્દી રિમેક પર પણ કામ કરી રહી છે.