મનોરંજન હેલ્થ

દિવસમાં 6 વાર જમે છે અભિનેત્રી દીપિકા પાદુકોણ, આ રહ્યું ડાયટ ચાર્ટ- વાંચી લો કામ લાગશે

અભિનેત્રી દીપિકા પાદુકોણની ગણતરી બોલીવુડમાં સૌથી સુંદર અને ફિટ અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. ખાવાની શોખીન હોવા છતાં પણ દીપિકા પોતાની ડાઈટ અને ફિટનેસનું પુરુ ધ્યાન રાખે છે. પરફેક્ટ ફિગર અને ચમકદાર સ્કિન મેળવવી દીપિકા માટે સહેલું ન હતું.

દીપિકા પોતાના ફિગરને એકદમ પરફેક્ટ રાખવા માટે ખુબ મહેનત કરે છે. દીપીકાની જિમમાં કસરત કરી રહેલી તસ્વીરો પણ મોટાભાગે સોશિયલ મીડિયા પર વાઇરલ થતી જોવા મળે છે. એવામાં આજે અમે તમને દીપિકાની ફિટનેસના રહસ્ય વિશે જણાવીશું કે આખરે તે કેવી રીતે પોતાને એકદમ તંદુરસ્ત અને ફિટ રાખે છે.

દીપિકા પાદુકોણ પોતાના ડાઈટને લઈને ખુબ જ ધ્યાન રાખે છે. મળેલી જાણકારીના અનુસાર દીપિકા દિવસમાં છ વાર થોડુ થોડું ખાય છે. દીપીકાની આ ડાયટમાં માત્ર હેલ્દી વસ્તુઓ જ શામિલ હોય છે.

દીપિકા પોતાના દિવસની શરૂઆત હલકા નવશેકા પાણીથી કરે છે. દીપિકા સવારે એક ગ્લાસ પાણીમાં મધ અને એક ચમચી લીંબુનો રસ ભેળવીને પીવે છે.

સવારનો નાસ્તો:

દીપિકા સવારના નાસ્તમાં 2 ઈંડા, 2 બદામ, એક કપ ઓછા ફૈટ વાળું દૂધ, 2 ઈડલી કે બે પ્લેન ઢોસા કે પછી ઉપમા લે છે.

બપોરનું ભોજન:

બપોરના ભોજનના પહેલા દીપિકા ફ્રેશ ફળ ખાય છે. જેના પછી બપોરના ભોજનમાં સિમ્પલ ઘરે જ બનાવેલું ભોજન જમે છે જેમાં દાળ-શાક, રોટલી, સલાડ હોય છે. ઘણીવાર દીપિકા પ્રોટીન ગ્રિલ્ડ ફિશ પણ ખાય છે.

સાંજનું ભોજન:

સાંજના નાસ્તામાં દીપિકા ફિલ્ટર કોફી, નટ્સ, ફ્રૂટ્સ લે છે અને સાંજના ભોજનમાં તે શાકભાજીઓ, રોટલી, ફ્રેશ ગ્રીન સલાડ, ફળો ખાવાનું પસંદ કરે છે. તેની સાથે જ તે પોતાને હાઈડ્રેટ રાખવા માટે નારિયેળ પાણી કે ફ્રૂટ જ્યુસ લે છે. ડેઝર્ટમાં દીપિકા ડાર્ક ચોકલેટ ખાવાનું પસંદ કરે છે. જણાવી દઈએ કે દીપિકાની ડાઈટ ફિક્સ નથી હોતી. ફિલ્મોમાં અલગ અલગ કિરદારના હિસાબે તે પોતાની ડાયટમાં બદલાવ કરતી રહે છે. ડાઇટના સિવાય દીપિકા પોતાના વ્યાયામમાં પણ ખુબ ધ્યાન રાખે છે.

વર્કફ્રન્ટની વાત કરીયે તો દિપીકાની ફિલ્મ ‘છપાક’ જલ્દી જ રિલીઝ થવાની છે. આ સિવાય તે કપિલ દેવના જીવન પર આધારિત ફિલ્મ 83 માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ પણ જોવા મળશે.