મનોરંજન

લગ્ન પછી પહેલી વાર રૈમ્પ પર ઉતરી દીપિકા પાદુકોણ, દુપટ્ટો ઉતારીને લગાવ્યા ઠુંમકા- જુઓ વિડીયો

અમુક દિવસો પહેલા જ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પોતાની ફિલ્મ ’83’ ની શૂટિંગ પૂર્ણ કરીને લંડનથી મુંબઈ પાછા આવ્યા છે. ત્યાંથી પાછા આવીને દીપિકા ફેશન ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાના ફેશન શો માં રૈમ્પ વોક કરતી જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

લગ્ન પછી દીપિકાની સુંદરતામાં અનેક ગણો વધારો થઇ ગયો છે. એવામાં આ ફેશન શો માં દીપિકા ઓફ વ્હાઇટ લહેંગામાં એકવાર ફરીથી દુલ્હન બનેલી જોવા મળી છે. દીપિકાનો આ લહેંગો ચિકનકારી અને મિરરથી સજેલો હતો અને ફૂલ સ્લીવ બ્લાઉઝમાં દીપિકાની સુંદરતા ચારે તરફ વિખેરાઈ ગઈ હતી. આ સિવાય દીપિકાએ હેવી ઈયરરિંગ પહેરી રાખ્યા હતા અને ગ્લોસી મેકઅપથી પોતાના લુકને પૂર્ણ કર્યો હતો.

 

View this post on Instagram

 

Wishing you both good health,peace of mind & boundless creativity! #33yearsofajsk @abujanisandeepkhosla

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકા આ શો ની શો-સ્ટોપર રહી હતી. એવામાં આ ઇવેન્ટની ઘણી તસ્વીરો અને વિડીયો પણ સામે આવ્યા છે. જો કે દીપિકા રેમ્પ પર ખુબ નજાકતથી ચાલતી જોવા મળી હતી પણ શો ના અંતમાં તે પોતાના ડિઝાઇનર્સ સાથે અચાનક જ ડાન્સ કરતી જોવા મળી હતી. વીડિયોમાં દીપિકા અબુ જાની-સંદીપ સાથે મન ભરીને પોતાનો દુપટ્ટો ઉતારીને નાચી રહી છે.

 

View this post on Instagram

 

Whatte show! @deepikapadukone looks dreamy as she walks with @abujanisandeepkhosla for their 33rd anniversary fashion show.

A post shared by Filmfare (@filmfare) on

દીપિકાનો આ ડાન્સ કરી રહેલો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે. જલ્દી જ ફિલ્મ છપાક માં નજરમાં આવનારી દીપિકા આ મૌકા દરમિયાન રૉયલ લુકમાં ઉતરી હતી.

 

View this post on Instagram

 

The goddess has arrived! @deepikapadukone takes the ramp as show stopper for @abujanisandeepkhosla’s 33rd anniversary fashion show.

A post shared by Filmfare (@filmfare) on

જણાવી દઈએ કે અબુ જાની-સંદીપ ખોસલાએ આ ઇવેન્ટ પોતાના ડિઝાઈનર લેબલના 33 વર્ષ પુરા કરવાની ખુશીમાં આયોજિત કર્યો હતો. શો માં બોલીવુડની સાથે સાથે અંબાણી પરિવારની વહુ શ્લોકા મેહતા, દીકરી ઈશા અંબાણી અને નાના દીકરાની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચેન્ટ પણ હાજર રહી હતી.

 

View this post on Instagram

 

Sisters ❤ #ishaambani #shlokaambani #ishitasalgaocar #radhikamerchant snapped together #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

શો ની સ્ટોપર દીપિકા પાદુકોણ તો આ શોનો ખાસ હિસ્સો તો હતી જ પણ સાથે સાથે 90 મૉડલ્સ અને 25 ડાન્સર્સની મદદથી શો ને વધારે ભવ્ય બનાવવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે અબુ જાની-સંદીપ ખોસલા તમામ બૉલીવુડ સિતારાઓના સૌથી પ્રિય ડિઝાઈનર્સમાના એક છે. અમિતાભજીની દીકરી શ્વેતાના લગ્નનો પૂરો કોન્સેપ્ટ પણ તેઓએ જ તૈયાર કર્યો હતો. તેઓને वर्क व एल‍िगेंट क्‍लोद‍िंग માટે ફેશન જગતમાં ઓળખવામાં આવે છે.

જુઓ દીપિકા પાદુકોણનો ડાન્સ કરી રહેલો વિડીયો…

જુઓ દીપિકાનો રૈમ્પ વૉક કરી રહેલો વિડીયો…

 

View this post on Instagram

 

Glory! @deepikapadukone plays the perfect muse to @abujanisandeepkhosla at their 33rd anniversary fashion show.

A post shared by Filmfare (@filmfare) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks