બોલીવુડની દીપિકાના સ્ટાર હીરો ઉપર લાગ્યો 20થી પણ વધારે મહિલાઓ સાથે દુષ્કર્મ કરવાનો આરોપ, થઇ ધરપકડ

દીપિકાના કો-સ્ટારની શરમજનક હરકત, 20થી પણ વધારે મહિલાઓનો બળાત્કાર….સમગ્ર ઘટના જાણીને દીપિકા ફેન્સ ચોંકી ઉઠ્યા

ફિલ્મી દુનિયામાંથી એક પછી એક ચોંકવનારી ખબરો આવી રહી છે ત્યારે હાલ એવી જ એક મોટી ખબર આવી છે, બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણની સાથે તેની પહેલી હોલીવુડ ફિલ્મ “એક્સએક્સએક્સ: રિટર્ન ઓફ જેન્ડર કેસ”માં નજર આવી ચૂકેલા અભિનેતા ક્રિસ વૂ પર હાલમાં જ દુષ્કર્મ જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.આ મામલામાં પોલીસે તેની ધરપકડ પણ કરી લીધી છે.

આ કેસની અંદર બેજિંગ પોલીસનું કહેવું છે કે તેમને કેનેડાના એક 30 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં ક્રિસ સાથે પુછપરછ ચાલી હરિ છે. તેની ઉપર આરોપ છે કે તે યુવતીઓ સાથે સંબંધ બનાવવા માટે ઓનલાઇન ટ્રીક અપનાવતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ક્રિસે ગયા મહિને જ એક 18 વર્ષીય વિધાર્થીની સાથે બળજબરીથી સંબંધ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. રિપોર્ટ પ્રમાણે યુવા છોકરીનું કહેવું છે કે ક્રિસે તેને દારૂ પીવડાવીને સંબંધ બનાવવા માટે દબાણ કર્યું હતું.

આ 18 વર્ષીય યુવતીનું કહેવું છે કે ક્રિસની ટીમે તેને એક મ્યુઝિક વીડિયોની અંદર કાસ્ટિંગ કરવાની લાલચ આપીને ઘરે બોલાવી હતી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે છોકરીએ જણાવ્યું છે કે 7 અન્ય મહિલાઓને ક્રિસ વિશે આ પ્રકારના મામલાની જાણકારી આપી છે. જેમની સાથે અભિનેતાએ દુષ્કર્મ આચર્યું છે.

આ ખબર સામે આવ્યા પછી 24 મહિલાઓએ ક્રિસ ઉપર ખોટો વ્યવહાર કરવા અને દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ હવે આ મામલાની અંદર તપાસ કરી રહી છે અને વકીલોનું કહેવું છે કે જો આરોપ સાબિત થાય છે છે તો ક્રિસને ચીનમાં જ સજા પુરી કરવી પડશે.

આરોપી સાબિત થવા ઉપર અભિનેતાને 10 વર્ષની સજા થઇ શકે છે. સાથે જ સજા પૂર્ણ થયા બાદ કેનેડા મોકલવામાં આવશે. જો કે ક્રિસ આ આરોપોનું ખંડન કરી ચુક્યો છે. તો કેનેડિયન એમ્બેસીએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આપી.

Niraj Patel