બોલીવુડના સેલેબ્રિટીઓને પણ ખાસ સુરક્ષાની જરૂર પડતી હોય છે અને તેના માટે તો બોડીગાર્ડને પગાર ઉપર પણ રાખતા હોય છે, ઘણા અભિનેતાઓના બોડીગાર્ડને આપણે જોયા છે. આજે આપણે વાત કરીશું અભિનેત્રી દીપિકા પાદુકોણના બોડીગાર્ડ જલાલ વિષે.

આપણે સૌ જાણીએ છીએ કે અભિનેત્રી દીપિકા પાદુકોણનો ચાહકવર્ગ ખુબ જ મોટો છે તે જ્યાં પણ જાય છે ત્યાં તેને જોવા માટે હજારો લોકો ઉમટી પડે છે, આવા સમયે દીપિકાની સુરક્ષાની પણ જવાબદારી ખાસ હોય છે માટે તેને પોતાના બોડીગાર્ડ તરીકે જલાલને રાખ્યો છે.

જલાલ દીપિકાને ખુબ જ સારી રીતે સાચવે છે, દરેક જગ્યાએ દીપિકાની સાથે પડછાયામોં જેમ સાથે હોય છે અને ખાસ વાત તો એ છે કે દીપિકા જલાલને રાખડી પણ બાંધે છે, જેના કારણે જલાલ દીપિકાની રક્ષા એક બહેનની જેમ કરતો જોવા મળે છે.

જયારે દીપિકા અને રણવીરે ઇટલીમાં લગ્ન કર્યા હતા ત્યારે પરિવારના કેટલાક ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ આ લગ્નમાં પણ જલાલ દીપિકાની સાથે જ હતો, તેને પણ ઇટલીમાં યોજાયેલા એ લગ્નમાં હાજરી આપી હતી.

જલાલ ઘણા લાંબા સમયથી દીપિકાના બોડીગાર્ડ તરીકેની ફરજ બજાવે છે. વાત કરીએ જલાલના પગારની તો વર્ષ 2017ના આંકડા પ્રમાણે દીપિકા જલાલને વાર્ષિક 80 લાખ રૂપિયાનો પગાર આપતી હતી, હાલ ઇન્ટરનેટ ઉપર કેટલો પગાર તેને આપવામાં આવે છે તેના આંકડા નથી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.