ફિલ્મી દુનિયા

રણવીર સિંહની બેટથી પીટાઈ કરે છે દીપિકા પાદુકોણ, જુઓ વિડીયો

બોલિવૂડમાં દીપિકા અને રણવીરને સૌથી શ્રેષ્ઠ કપલ માનવામાં આવે છે અને આ બંને એકબીજા પ્રત્યેનો પ્રેમ જાહેરમાં પણ વ્યક્ત કરવાથી પાછા હટતા નથી. ત્યારે આ બંને હાલ ડાયરેક્ટર કબીર ખાનની આવનારી ફિલ્મ ’83’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું શૂટિંગ હાલ લંડનમાં ચાલી રહ્યું છે.

 

View this post on Instagram

 

*drum roll* All smiles as All-star @deepikapadukone joins the #83squad !!! 😁🙌🏽🌟 @83thefilm @kabirkhankk 🏏 🎥 🎞

A post shared by Ranveer Singh (@ranveersingh) on

રણવીર સિંહે પોતાના ચાહકો સાથે પોતાના ફોટોસ અને વિડિયોઝ સોશિયલ મીડિયા દ્વારા શેર કરતો રહે છે, ત્યારે હાલ લંડનથી રણવીર સિંહે એક વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે, જે હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દીપિકાના હાથમાં બેટ જોવા મળી રહ્યું છે, જેનાથી તે રણવીરની પીટાઈ કરતી જોવા મળી રહી છે. બેટ રણવીરને લાગતા જ રણવીર ઉછળતા દેખાઈ રહયા છે.

આ વીડિયોને શેર કરીને રણવીરે લખ્યું છે કે આ જ મારા જીવનની કહાની છે… રીલ અને રિયલ. જો કે આ વીડિયોમાં બંને મસ્તીના મૂડમાં જોવા મળી રહયા છે. સોશિયલ મીડિયા પર રણવીર અને દીપિકાનો આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. અને લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ પણ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

Story of my Life 😅 Real & Reel ! @deepikapadukone @83thefilm 🏏🎥🎞

A post shared by Ranveer Singh (@ranveersingh) on

આ સિવાય રણવીર સિંહે એક બીજી તસ્વીર શેર કરી છે જેમાં તે પત્ની દીપિકા અને ડિરેક્ટર કબીર ખાન સાથે જોવા મળે છે. આ તસ્વીરને શેર કરીને રણવીરે લખ્યું છે કે મારી પત્નીથી વધુ સારું મારી પત્નીનું પાત્ર કોણ ભજવી શકે?

જણાવી દઈએ કે રણવીર અને દીપિકા જલ્દી જ 1983માં થયેલા વર્લ્ડ કપ પર બની રહેલી ફિલ્મ 83માં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવનું પાત્ર ભજવશે અને દીપિકા કપિલ દેવની પત્ની રોમી ભાટિયાનું પાત્ર ભજવશે. આ ફિલ્મ આવતા વર્ષે એપ્રિલ મહિનામાં રિલીઝ થશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.