ફિલ્મી દુનિયા

દીપિકા પાદુકોણે દુકાનદારો પાસેથી એસિડ મંગાવીને કર્યો પ્રયોગ, ખુબ જ ડરામણું આવ્યું પરિણામ

એસિડ હુમલાથી પીડિત મહિલા લક્ષ્મી અગ્રવાલના સંઘર્ષ પર બનેલી ફિલ્મ ‘છપાક’ સારું એવું પ્રદર્શન કરી રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રી દીપિકા પાદુકોણના અભિનયના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે. એવામાં તાજેતરમાં જ દીપિકા એ એક સામાજીક પ્રયોગ કર્યો છે.

Image Source

તેના દ્વારા દીપિકા એ જાણવા માગતી હતી કે શું બજારમાં અત્યારે પણ એસિડ મળી રહ્યું છે? આ પ્રયોગ દ્વારા જે પરિણામ સામે આવ્યું તે ખુબ જ હેરાન કરી દેનારું મળ્યું. આ પ્રયોગનો વિડીયો પણ દીપિકાએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે.

Image Source

વીડિયોની શરૂઆતમાં દીપિકા કહે છે કે,”જો તમને કોઈ પ્રપોઝ કરે અને તમે ના કહી દો, તો તમારો અવાજ ઉઠાઓ. તેની સામે પણ લડો જ્યારે કોઈ તમારી સાથે બળજબરી કરે. જો તમે તમારા પોતાના સ્વાભિમાન માટે લડો છો અને આગળ આવો છો અને કોઈ તમારા પર એસિડ ફેંકી દે, તો? જો એસિડ વહેંચાતું જ ન હોત તો આવી રીતે ફેંકાતુ પણ ન હોત.” જેના પછી દીપિકા જણાવે છે કે પોતે એક પ્રયોગ કર્યો છે.

Image Source

વીડિયોમાં આગળ દેખાડવામાં આવ્યું છે કે અમુક કલાકારો જે સામાન્ય વ્યક્તિ બનીને દુકાન પર એસિડ ખરીદવા માટે જાય છે. તેઓ દુકાનદારોને કહે છે કે એવું એસિડ જોઈએ છે કે તેનાથી ચામડી પણ સળગી જાય, અને હેરાનીની વાત એ છે કે એક કે બે દુકાનદારોના સિવાય દરેક કલાકારોને દુકાનદારો દ્વારા એસિડ વહેંચવામાં આવે છે.

Image Source

આ પુરી ઘટના દીપિકા એક ગાડીમાં બેસીને જોઈ રહી હોય છે. જેના પછી દીપિકા જણાવે છે કે તેની આ ટિમ એક દિવસમાં 24 એસિડની બોટલ ખરીદવામાં કામિયાબ રહી છે. જો કે તેના પછીની વાત એ છે કે ઉચ્ચતમ ન્યાયાલય એસિડ વહેંચવા પર કડક પગલા લે છે.

Image Source

જેના પછી અમુક એડીસ પીડિતા જણાવે છે કે એસિડ ખરીદવા માટે વ્યક્તિ 18 વર્ષનો હોવો જોઈએ. એક આઈડી પ્રુફ(વ્યક્તિગત ઓળખ), એડ્રેસ પ્રુફ(સરનામાંની ઓળખ) દેખાડવાની જરૂર રહે છે. આ સિવાય જે દુકાનદાર એસિડ વહેંચે છે તેની પાસે પણ એસિડ વહેંચવા માટેનું લાઇસેંસ હોવું જરૂરી છે.

જુઓ દીપિકા પાદુકોણનો આ પુરી ઘટનાનો વિડીયો…

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.