જીવનશૈલી ફિલ્મી દુનિયા

દીપિકા પાદુકોણનો પાઘડી લુક થયો વાઇરલ તો રણવીર સિંહે કંઈક આવું આપ્યું રિએક્શન, જુઓ તસ્વીરો…

Image Source

અભિનેત્રી દીપિકા પાદુકોણનો કાન્સ-2019 નો લુક્સ ખુબ વાઇરલ થઇ રહ્યો છે. બો ડ્રેસ થી લઈને પોતાના લેટેસ્ટ ટ્યુલ ગાઉલ લુક્સ સુધી દીપિકા પોતાના સ્ટાઇલથી રેડ કાર્પેટ પર દરેક કોઈને ટક્કર આપી રહી છે.દીપિકા પાદુકોણની સ્ટાઇલિસ્ટ શાલીના નાથાણી એ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2019 માં એકથી એક શાનદાર લુક્સ દેખાડ્યા છે.પણ હાલ તેના આ લાઇમ ગ્રીન ગાઉન(નિયોન ગ્રીન)લુકની સાથે તેની હેરસ્ટાઇલ છવાઈ ગઈ છે.

Image Source

દીપિકા પાદુકોણે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ડે-2 પર પોતાના શાનદાર અંદાજથી લોકોનું દિલ જીતી લીધું હતું. દીપિકા આ મૌકા પર પાંચ પ્રકારના લુક્સ માં નજરમાં આવી હતી.જેમાં પાંચમા લુકમાં લાઇમ ગ્રીન ગાઉન અને ગુલાબી પાઘડી પહેરી રાખી હતી.તેના દરેક લુક્સને ફેન્સની સાથે સાથે પતિ રણવીર સિંહે પણ ખુબ પસંદ કર્યુ છે. તેમણે પોતાની પત્નીની તસ્વીર પર કમેન્ટ કરીને તેના પ્રત્યે પોતાનો પ્રેમ અને ખુશી વ્યક્ત કરી હતી.

Image Source

દીપિકા એ પહેલી વાર પાઘડી(ટર્બન) લુક રેડ કાર્પેટ પર પહેર્યો હતો. તેના આ એક્સ્પરીમેન્ટને સોશિયલ મીડિયા દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. જો કે રેડ કાર્પેટ પર પહેરામાં આવતી દરેક વસ્તુઓ મોંઘી હોય છે. ડિઝાઈનરથી લઈને ઘરેણા સુધીની દરેક વસ્તુઓ લાખો રૂપિયામાં હોય છે. દીપિકા પાદુકોણે પહેરેલી આ પાઘડીની કિંમત 585 પાઉન્ડ એટલે કે 52,000 રૂપિયા છે.

Image Source

દીપિકાએ આ મૌકાની પોતાની દરેક તસ્વીરો અને વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યા છે.રણવીર સિંહે પોતાની ખુશી દીપિકાની તસ્વીર પર,“वाओ, आई मीन वाव, नट्स, अन फ्रीकिंग रिअल, ये बेबी, लेट देम नो और दिस लुक इज़ इंसेन” જેવી કમેન્ટ કરીને વ્યક્ત કરી છે.

Image Source

જણાવી દઈએ કે સૌથી પહેલા દીપિકા બ્લુ-વ્હાઇટ કલરના આઉટફિટમાં નજરમાં આવી, જયારે બીજા લુકમાં નિયોન ગ્રીન કલરનું ગાઉન, ત્રીજા લુકમાં તેમણે વ્હાઇટ વેસ્ટ લેન્થ પેન્ટ અને વ્હાઇટ શિર ટોપ પહેર્યુ હતું અને ચોથા લુકમાં દીપિકા ફ્લોરલ ડ્રેસમાં નજરમાં આવી હતી.

Image Source

દીપિકા પાદુકોણના ચોથા લુક્સ ફ્લોરલ ડ્રેસમાં મેકઅપ અને ફોટોશૂટ કરી રહેલી તેની તસ્વીરો પણ વાઇરલ થઇ રહી છે.

Image Source

દીપિકાએ પહેરેલું નિયોન ગ્રીન ગાઉન ઇંટેલિયન ફેશન ડિઝાઈનર ગિયૈબતિસ્તા વૈલીએ ડિઝાઇન કર્યુ હતું. તેની ટર્બન કે પાઘડી હેડવેયર બ્રેન્ડ એમિલી બૈંક્સનડેલ ની હતી. જવેલરી ડિઝાઇન્સ લેબલ લોરીએં સ્કેવાર્ટઝ ની હતી, હિલ્સ ડિઝાઈનર બ્રેન્ડ સ્ટુઅર્ટ વીટઝમેન ની હતી. આ પુરા લુક્સને સ્ટાઇલિસ્ટ શાલીના નાથાણીએ સ્ટાઇલ કર્યુ હતું. જયારે મેકઅપ સંધ્યા શેખરે અને હેયર ગૈબરિયલ જીયોર્જ એ કર્યો હતો.

Image Source

તેની પહેલા પણ મિસ યુનિવર્સ રહી ચુકેલી અભિનેત્રી સુષ્મિતા સેનએ પણ વર્ષ 2018 માં પાઘડી લુક ટ્રાઈ કર્યો હતો. તેમણે ડિઝાઇનર ભૂમિકા અને જ્યોતિ માટે શો-સ્ટોપર ગ્રીન લેયર્ડ ગાઉન અને પાઘડી પહેરી હતી.

જુઓ વિડીયો-1….

 

View this post on Instagram

 

#cannes2019

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

જુઓ વિડીયો-2…

 

View this post on Instagram

 

#Cannes2019

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.