દીપિકા પાદુકોણના પાસપોર્ટ કવરની કિંમત જાણીને ઉડી જાશે તમારા હોંશ,એટલામાં વિદેશ ફરી શકાય

0
Image Source

કંગના રાનૌત અને પ્રિયંકા ચોપરા પછી હવે ફ્રાન્સમાં ચાલી રહેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હવે પછી પોતાનો જલવો વિખેરનારી સેલિબ્રિટી હશે દીપિકા પાદુકોણ. દીપિકા પાદુકોણના દરેક લુક્સ હાલ ચર્ચામાં છે.દરેકે અવતારમાં દીપિકા ખુબ જ સુંદર લાગી રહી છે.

Image Source

અભિનેત્રી દીપિકા પાદુકોણ બોલીવુડની સૌથી કામિયાબ અભિનેત્રીમાંની એક છે. હાલમાં જ તે મેટ ગાલા 2019 માં નજરમાં આવી હતી જ્યા તેમણે ડિઝની પ્રિન્સેસ લુક ધારણ કર્યો હતો. દીપિકાના આ લુક્સને ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. હવે તે કાન્સ ફેસ્ટિવલમાં પોતાનો જલવો વિખેરવા માટે પહોંચી ગઈ છે.

Image Source

જણાવી દઈએ કે આ રેડ કાર્પેટ લુક્સના પહેલા દીપિકાએ પોતાના ટ્રાવેલિંગની ડિટેઇલ પોસ્ટ કરતા પોટાના પાસપોર્ટ કરવની તસ્વીર સોશિયલ મીડિયા પર શેયર કરી હતી.આ તસ્વીરને શેયર કરતા તેણે લખ્યું કે,”और फिर ये… होना ही था। हम जा रहे हैं..।’ આ તસ્વીરમાં તેનું બ્લુ રંગનું પાસપોર્ટ કવર નજરમાં આવી રહ્યું છે જે ખુબજ સુંદર છે. જેટલું સુંદર આ કવર છે તેટલી જ ઊંચી તેની કિંમત પણ છે. દીપિકાના આ પાસપોર્ટ કવરની કિંમત જાણીને તમે હેરાન રહી જાશો.

Image Source

લોકોને પણ આ પાસપોર્ટ કવરની તસ્વીરમાં ખુબ દિલચસ્પી છે કેમ કે આ તસ્વીરમાં દેખાઈ રહેલું કવર સાધારણ નથી. દીપિકા Grenelle કંપનીનું ડિઝાઈનર પાસપોર્ટ કવર ઉપીયોગમાં લઇ રહી છે જેની કિંમત 675 અમેરિકી ડોલર એટલે કે 47,307 રૂપિયા છે. ભલે દીપિકા માટે આ કવરની કિંમત સામાન્ય હોય પણ ભારતમાં ઘણા લોકોનો મહિનાનો પગાર આ આંકડાની આસપાસ હોય છે, અને આટલા રૂપિયામાં તો અંદમાન-નિકોબાર ની ટ્રીપ પણ એક સામાન્ય વ્યક્તિ માટે થઇ શકે છે.પાસપોર્ટ કવરના સિવાય દીપિકાએ પહેરેલું ગાઉન પણ ખુબ ચર્ચામાં રહ્યું છે.

Image Source

વર્કફ્રન્ટની વાત કરીયે તો દીપિકા મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’ માં કામ કરી રહી છે. ફિલ્મમાં દીપિકા એસિડ એટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનો રોલ નિભાવી રહી છે, અને તેના અભિનયનું નામ માલતી છે. ફિલ્મ 10 જાન્યુઆરી 2020 ના રોજ રિલીઝ થવાની છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here