ખબર ફિલ્મી દુનિયા

નવા વર્ષ દીપિકાએ એવું પગલું ભર્યું કે ચાહકો દુઃખી દુઃખી થઇ ગયા

2021 શરુ થતા જ દીપિકાના ચાહકો પડ્યો મોટો ઝટકો, જાણો વિગત

બોલીવુડના સિતારાઓ લાઇમ લાઈટ ઉપર રહેવા માટે સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા હોય છે, પોતાની તસવીરો અને વીડિયો દ્વારા તે ચાહકો સાથે જોડાયેલા પણ રહેતા હોય છે ત્યારે આ બધા વચ્ચે અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાનું સોશિયલ મીડિયા નવા વર્ષના દિવસે જ એકદમ ખાલી કરી નાખ્યું છે.

Image Source

દીપિકા પાદુકોણે પોતાના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વીટરની પણ બધી જ પોસ્ટ ડીલીટ કરી દીધી છે. હવે દીપિકાના DP સિવાય તેના ચાહકોને દીપિકાની વૉલ ઉપર બીજું કઈ જ દેખાઈ નથી રહ્યું, જેના કારણે ચાહકોને પણ મોટો ઝટકો લાગ્યો છે. દીપિકાને ઇન્સ્ટાગ્રામ ઉપર 52.5 મિલિયન લોકો ફોલો કરે છે તો ફેસબુક અને ટ્વીટર ઉપર પણ તેને લાખો લોકો ફોલો કરે છે, આ બધા વચ્ચે દીપિકાનું પોતાના સોશિયલ મીડિયા ઉપરની બધી જ પોસ્ટ ડીલીટ કરવું આશ્ચર્યની વાત છે. કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે કદાચ દીપિકાનું સોશિયલ મીડિયા હેંક થઇ શક્યું હોય.

Image Source

દીપિકા પોતાના પતિ રણવીર સીંગ સાથે હાલમાં રાજસ્થાનના રણથંભોરમાં નવા વર્ષની ઉજવણી કરી રહી છે.