
બોલીવુડના સિતારાઓ મોટાભાગે પોતાના બાળપણની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.ફૈન્સ પણ આવી તસ્વીરો જોવા માટે ખુબ જ ઉત્સાહી હોય છે કે આખરે પોતાના પ્રિય અભિનેતા-અભિનેત્રીઓ ફિલ્મોમાં આવતા પહેલા કેવા દેખાતા હતા.એવામાં અભિનેત્રી દીપિકા પાદુકોણના બાળપણની તસ્વીરો ખુબ વાઇરલ થઇ રહી છે જેને જોઈને તમે તેને ઓળખી પણ નહિ શકો.
5 જાન્યુઆરી, 1986 ના રોજ ડેનમાર્કના કોપેનહેગનમાં જન્મેલી દીપિકા હાલ 33 વર્ષની થઇ ચુકી છે.દીપિકા ઇન્ટરનેશનલ બેન્ડમિન્ટન પ્લેયર રહી ચૂકેલા પ્રકાશ પાદુકોણની દીકરી છે. તેની માં ઉજાલા એક ટ્રેવલ એજન્ટ છે અને નાની બહેન અનીશા ગોલ્ફર છે.

બૉલીવુડ પર રાજ કરી રહેલી દીપિકાની પહેલાની તસ્વીરો જોઈને તેને ઓળખવી પણ મુશ્કેલ લાગી રહી છે. આ તસ્વીરમાં દીપિકા પોતાના પિતા પ્રકાશ પાદૂકોની સાથે પોઝ આપતી દેખાઈ રહી છે.

દીપિકાએ બેંગ્લોરની સોફિયા હાઈસ્કૂલથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને માઉન્ટ કાર્મલ કોલેજથી પ્રી-યુનિવર્સીટી અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેના પછી બીએ કરવાના હેતુથી ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સીટીમાં એડમિશન લીધું, પણ મોડેલિંગ માટે તેણે પોતાનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો.

8 વર્ષની ઉંમરમાં જ દીપિકાએ જાહેરાતોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.તેણે લિરિલ અને ક્લોઝ-અપ જેવી ઘણી બ્રાન્ડની જાહેરાતોમાં કામ કર્યું છે.તે હિમેશ રેશમિયાના આલબોમ ‘નામ હૈં તેરા તેરા’…માં પણ જોવા મળી હતી.

આ તસ્વીરમાં દીપિકા ખુબ જ ક્યૂટ દેખાઈ રહી છે. તસ્વીરમાં તે પોતાની બહેન સાથે પાર્કમાં બેઠેલી છે, અને તેણે જીન્સ અને ટીશર્ટ પહેરી રાખ્યું છે.

રિપોર્ટના અનુસાર દિપીકાની આ તસ્વીર સ્કૂલના સમયની છે, જેમાં તે ફ્રેન્ડ્સની સાથે સ્કૂલ ડ્રેસમાં ખુબ જ ક્યૂટ દેખાઈ રહી છે.દીપિકાની આ તસ્વીર ખુબ વાઇલર થઇ રહી છે.દીપિકાએ બોલીવુડની સાથે-સાથે હોલીવુડમાં પણ લોકપ્રિયતા મેળવી લીધી છે.

વર્ષ 2006 માં દીપિકાએ કન્નડ ફિલ્મ ‘ઐશ્વર્યા’થી એન્ટ્રી લીધી હતી, જે ખુબ સફળ પણ રહી હતી.જેના એક વર્ષ પછી શાહરુખ ખાનની ફિલ્મ ઓમ શાંતિ ઓમ દ્વારા તેને નવી ઉડાણ મળી.જેના પછી કૉકટેલ, એ જવાની હૈં દીવાની, ચેન્નાઇ એક્સપ્રેસ, રામલીલા, હૈપ્પી ન્યુ ઈયર, બાજીરાવ મસ્તાની દ્વારા તે દર્શકોની પ્રિય અભિનેત્રી બની ગઈ.

હાલ દીપિકા ફિલ્મ ‘છપાક’માં એસિડ સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલનો કિરદાર કરી રહી છે.ફિલ્મમાં દીપિકાની સાથે વિક્રાંત મેસી પણ જોવા મળશે. જ્યારે ફિલ્મ ’83’ માં દીપિકા, કપિલ દેવની પત્નીનો રોલ કરશે જેમાં કપિલ દેવના કિરદારમાં બીજું કોઈ નહિ પણ રણવીર સિંહ જોવા મળશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks