ફિલ્મી દુનિયા

NCB એ પૂછ્યું માલ છે એટલે શું? દીપિકાએ એવી હોશિયારી મારી કે હોંશ ઉડી જશે

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં સામે આવેલું ડ્રગ્સ એન્ગલ બોલીવુડના ઘણા સિતારાઓ તરફ આંગળી ચીંધી રહ્યું છે. આ મામલામાં ઘણા નામી સીતારાઓના નામ પણ આવી ગયા છે. સોશિયલ મીડિયામાં પણ હવે આ મુદ્દાને લઈને ઘણી બધી વાતો ફેલાઈ રહી છે.

Image Source

દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકૂલ પ્રીત સિંહ જેવા ઘણા સિતારાઓ આ મામલામાં ફસાઈ ચુક્યા છે. એનસીબી દ્વારા આ મામલામાં દીપિકા પાદુકોણ સાથે પુછપરછ કરી અને સત્ય જાણવાનો પ્રયાસ કર્યો. એનસીબીએ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે માલ શું હોય છે?

Image Source

દીપિકા પાદુકોણે આ વાતનો જવાબ આપતા બધાને હેરાનીમાં મૂકી દીધા હતા. દીપિકાએ કહ્યું: “હા મેં પૂછ્યું હતું. માલ છે ? પરંતુ આ માલ એ નથી જે તમે લોકો સમજી રહ્યા છો. અમે માલ સિગારેટને કહીએ છીએ. માલ સિગારેટનો અમારો કોડવર્ડ છે.” એનસીબીએ દીપિકાને ચેટ રેફરેન્સમાં બીજા સવાલો પણ પૂછી લીધા.

Image Source

એનસીબીએ દીપિકાને પૂછ્યું કે “હૈશ શું છે? આ પણ તમારી ચેટનો એક ભાગ છે.” દીપિકાએ આ વાતનો જવાબ આપતા કહ્યું કે: “માલ અમે લોકો સિગારેટને કહીએ છી અને હૈશ અને વીડ ટાઈપ ઓફ સિગારેટને. એટલે કે અલગ અલગ બ્રાન્ડની સિગારેટને.”

Image Source

એનસીબી દ્વારા આગળ બીજા પ્રશ્નો પૂછતાં પૂછ્યું કે: “આ હૈશ અને વીડ બંને અલગ-અલગ બ્રાન્ડના સિગારેટ કેવી રીતે હોઈ શકે છે?” દીપિકાએ આ વાતનો જવાબ આપતા કહ્યું કે: “હૈશ અમે પાતળી સિગારેટને કહીએ છીએ, વીડ મોટી સિગારેટને.”

Image Source

દીપિકાએ આગળ જણાવ્યું કે: “અમે સિગારેટ પીએ છીએ પરંતુ એ ડ્રગ્સ નથી.” જયારે એનસીબીએ દીપિકાને પૂછ્યું કે આ કોડવર્ડનો ઉપયોગ તે કેમ કરે છે ત્યારે દીપિકાએ દલીલ કરી કે: “ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ અમે લોકો એકબીજા સાથે વાત કરવા દરમિયાન બહુ જ બધા કોડ વર્ડનો ઉપયોગ કરીએ છીએ.” દીપિકાએ આવા ઘણા કોડ વર્ડ જણાવ્યા. જેમાં બે ખાસ હતા. એક પનીર અને બીજો ક્વિકી અને મેરેજ.

Image Source

દીપિકાએ આ બંને કોડ વિશે જણાવતા કહ્યું કે: “જે લોકો સાવ દુબળા-પાતળા હોય તેમના માટે અમે પનીર નામના કોડનો ઉપયોગ કરીએ છીએ તો ક્વિકી એન્ડ મેરેજનો કોડ પણ તેને ડિકોડ કર્યો. આ બંને કોડ ટૂંકા અને લાંબા રિલેશન માટે વપરાય છે.  ક્વિકી એટલે ટૂંકા સમયના રિલેશન અને મેરેજ એટલે લાંબા સમયના રિલેશન માટે વાપરવામાં આવે છે.

Image Source

દીપિકાએ એનસીબીને આપેલા પોતાના નિવેદનમાં ડ્રગ્સ લેવાની વાતથી સાવ ઇન્કાર કર્યો હતો. દીપિકાના કોડ વર્ડથી એનસીબી પણ સંપૂર્ણ રીતે હેરાન છે. હવે જોવાની વાત એ છે કે એનસીબી આ મામલાને કેવી રીતે આગળ વધારે છે. જે રીતે દીપિકાની વૉટ્સએપ ચેટના આધાર ઉપર એનસીબીએ સવાલો કર્યા અને દીપિકાએ જે જવાબો આપ્યા તેમાં તે સ્પષ્ટ રીતે બચતી નજર આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.