મનોરંજન

પતિ શોએબ સાથે ગોવામાં વેકેશનનો આનંદ માણી રહી છે દીપિકા કક્કર, શેર કરી રોમેન્ટિક તસ્વીર

શોએબ સાથે ગોવામાં વેકેશનનો આનંદ માણી રહી છે ખુબસુરત ટીવીની દીપિકા કક્કર, જુઓ કેવો કેવો રોમાન્સ કર્યો

નાના પડદાની જાણીતી એક્ટ્રેસ દીપિકા કક્કર આજકાલ પત્ની શોએબ ઇબ્રાહિમ અને પરિવાર સાથે સમય વિતાવી રહી છે. દીપિકા કક્કરએ ટીવી શો ‘કહાં હમ કહાં તુમ’ બાદ એકટિંગમાંથી બ્રેક લીધો છે. તેથી  તે પરિવાર સાથે સમય વિતાવી રહી છે. થોડા સમય પહેલા દીપિકા તેના પતિ સાસુ-સસરા સાથે લોનાવાલા વેકેશનનો આનંદ માણવા ગઈ હતી. હાલ તે પતિ સાથે ગોવામાં વેકેશનનો આનંદ માણી રહી છે.

Image source

દીપિકા અને શોએબએ તેના ઇન્સ્ટાગ્રામ પર ગોવાની તસ્વીર શેર કરી છે. જેમાં બંને બેહદ ખુશ નજરે આવી રહ્યા છે. આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Image source

દીપિકા અને શોએબ બંનેએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગોવાના તસ્વીરો શેર કરી છે. જેમાં બંને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. શોએબ અને દીપિકા સાથે આ તસવીર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘એ યાર સુન યારી તેરી મુઝે જિંદગી સે ભી પ્યારી હૈ.’

Image source

દીપિકાએ શોએબ સાથે તસ્વીર શેર કરી છે. જેમાં બંને કોફી અને સેન્ડવીચની મજા માણી રહ્યા છે. દીપિકાએ સાથે લખ્યું, ‘હર સફર ખુબસુરત હૈ… હમસફર તુમ જો હો’

Image source

આ સિવાય દીપિકા અને શોએબે પણ તેમની ઇન્સ્ટા સ્ટોરી પર કેટલીક વધુ તસ્વીરો શેર કરી છે, જેમાં બંને દરિયા કિનારે આનંદ માણી રહ્યાં છે.અન્ય તસ્વીરમાં એક્ટિવા પર સવારીની મજા માણતા પણ જોવા મળે છે. બંને ગોવામાં ખૂબ મસ્તી કરી રહ્યા છે.

Image source

તમને જણાવી દઈએ કે, ટીવી સીરિયલ ‘સસુરલ સિમર કા’ ના સેટ પર દીપિકા કક્કરે શોએબ ઇબ્રાહિમ સાથે મિત્રતા કરી હતી. આ સિરિયલમાં શોએબે સિમર એટલે કે દીપિકાના પતિ પ્રેમની ભૂમિકા ભજવી હતી. દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમ સસુરલ સિમર કા’ના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યા હતા. લગભગ ત્રણ વર્ષ એકબીજા સાથે ડેટિંગ કર્યા પછી બંનેએ ફેબ્રુઆરીમાં વર્ષ 2018માં ભોપાલમાં લગ્ન કર્યા. દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમ હવે ખુશહાલ લગ્ન જીવન જીવી રહ્યા છે.

Image source

જણાવી દઈએ કે દીપિકા કક્કર ટીવી સીરિયલ ઉપરાંત ‘સસુરલ સિમર કા’, ‘અગલે જન્મ મોહે બીટીયા હી કીજો’, ‘કયામત કી રાત’ અને ‘કહા હમ કહા તુમ’. આ પછી તે બોલિવૂડની ફિલ્મ ‘પલટન’ માં પણ કામ કરી ચૂકી છે.