મનોરંજન

દીપિકા પાદુકોણે શ્રીદેવી વિષે એવું કહ્યું કે રડી પડયા બોની કપૂર

જાણો એવું તો શું થયું કે બોની કપૂર દીપિકાની બાહોમાં રડી પડ્યા

બૉલીવુડ ફિલ્મ મેકર બોની કપૂર અને શ્રીદેવીની લવ સ્ટોરી ઘણી મજેદાર છે.  શ્રીદેવીએ આ દુનિયાને અલવિદા કહી તેને અઢી વર્ષથી વધુ સમય થઇ ગયો છે. શ્રીદેવીના નિધન બાદ બોની કપૂર તેને હર પળ યાદ કરે છે. બોની કપૂર ક્યારેક-કયારેક શ્રીદેવીની યાદમાં ઈમોશનલ પણ થઇ જાય છે. થોડા સમય પહેલા બોની કપૂર એક ઇવેન્ટમાં શ્રીદેવીને યાદ કરીને ઈમોશનલ થઇ ગયા હતા. પરંતુ દીપિકા પાદુકોણે તેને સંભાળી લીધા હતા.

Image source

શ્રીદેવીનું મોત 24 ફેબ્રુઆરી 2018ના રોજ દુબઇની એક હોટેલમાં થયું હતું. શ્રીદેવી લગ્નમાં હાજરી આપવા માટે દુબઇ ગઈ હતી. શ્રીદેવીની યાદમાં બોની કપૂરે એક બુક લોન્ચ કરી છે. આ બુક લોન્ચ ઇવેન્ટમાં દીપિકા પાદુકોણ પહોંચી હતી.

Image source

શ્રીદેવીની અંગત જિંદગી પર તેની બાયોગ્રાફી ‘શ્રીદેવી: ધ ઇન્ટર્નલ સ્ક્રીન ગોડસ’ નું દિલ્લીમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સત્યાર્થ નાયકની આ બુક લોન્ચ દરમિયાન દીપિકા પાદુકોણ અને બોની કપૂર એક સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. આ વચ્ચે દીપિકા પાદુકોણ શ્રીદેવીને યાદ કરીને તેની ફીલિંગ શેર કરી હતી.

Image source

દીપિકા જયારે શ્રીદેવીના વખાણ કરતી હતી ત્યારે બોની કપૂર ભાવુક થઇ ગયા હતા. બોની કપૂર તેના આંસુ રોકી શક્યા ના હતા. જે બાદ દીપિકા પાદુકોણે બોની કપૂરને ગળે લગાડીને સાંત્વના પાઠવી હતી. આ બન્નેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ થયો હતો. આ ઇવેન્ટમાં ગૌરી શિંદે પણ હાજર રહી હતી.

Image source

દીપિકા પાદુકોણે આ મૌકા પર જણાવ્યું હતું કે, તે શ્રીદેવીને ચેમ્પિયન માનતી હતી. દીપિકાએ વધુમાં કહ્યું હતું કે, જયારે 2007માં મારી કરિયરની શરૂઆત કરી હતી. આ બાદ  મારી ફિલ્મ રીલિઝ બાદ શ્રીદેવી મને મેસેજ કરતી હતી. તે બધા જ મેસેજ મારી પાસે આજે પણ છે.

Image source

દીપિકાએ વધુમાં કહ્યું હતું કે, અમારા સંબંધ એટલા સારા હતા કે અમે ઘરની વાતો પણ કરતા હતા. છેલ્લે મારે અને શ્રીદેવીને ઘરના સ્ટાફથી થનારી તકલીફને લઈને વાત કરી હતી. વધુમાં કહ્યું હતું કે, શ્રીદેવી એક એવી એક્ટ્રેસ હતી જે વ્યક્તિગત રીતે પણ મને પ્રિય છે.

Image source

જયારે બોની કપૂરે દીપિકા પાદુકોણને બુક લોન્ચ માટે પૂછ્યું ત્યારે તેને તુરંત જ હા પાડી દીધી હતી કારણે શ્રીદેવીની બુક હતી. પરંતુ દીપિકાએ હા એટલા માટે પડી હતી કે, આ એ જ માણસ છે જેને દીપિકા અંગત રીતે બહુજ પસંદ કરે છે. દીપિકાએ બુક લોન્ચ પ્રસંગે કહ્યું હતું કે, તેને ઘણું સન્માનિત મહેસુસ થાય છે કારણકે તેને શ્રીદેવીની બુક લોન્ચ કરવાનો મોકો મળ્યો હતો.