જ્યારે દીપિકા પાદુકોણ ભૂલી ગઈ કે પોતે પરણેલી છે, વાયરલ થયો આ વિડીયો

0

બૉલીવુડની રોમેન્ટિક જોડીઓમાંના એક રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે આગળના વર્ષે નવેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા. બંન્નેએ ઇટલી શહેરમાં સાત ફેરા લીધા હતા અને બંન્ને પોતાના વિવાહીત જીવનથી ખુબ જ ખુશ છે.

મોટાભાગે બંન્ને પોતાના પ્રેમને જાહેર કરતા જોવા મળે છે. એવામાં એક ઇવેન્ટમાં પહોંચેલી દીપિકાની સાથે કંઈક એવું થયું કે લોકો બોલવા લાગ્યા કે દીપિકા ભૂલી ગઈ છે કે તે વિવાહિત છે. ઇવેન્ટના સમયનો દીપિકાનો આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહ્યો છે. વાત કંઈક એવી હતી કે દીપિકા એક ઇવેન્ટમાં પહોંચી હતી અને

આ દરમિયાન તેણે લોકોની સામે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. દીપિકા કહે છે કે,”હું એક દીકરી છું, બહેન છું અને એક અભિનેત્રી છું..”! આટલું કહેતા દીપિકા રોકાઈ જાય છે પણ શો ની હોસ્ટ તેને યાદ અપાવે છે કે તે એક પત્ની પણ છે.


આ વાત પર દીપિકા હસવા લાગે છે અને કહે છે કે,”ઓહ ગોડ…હું ભૂલી જ ગઈ હતી કે હું એક પત્ની પણ છું”. દીપિકાના આવા મસ્તી ભરેલા વીડિયોને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ઇવેન્ટ દીપિકાના ફાઉન્ડેશન ‘લિવ લવ લાફ’ સાથે જોડાયેલો હતો.

 

View this post on Instagram

 

One of my favourite shoots👀❤ (@deepikapadukone #DeepikaPadukone #GainFollowers #GainLikes)

A post shared by Deepika Padukone Fanpage ❤ (@deepikapiku) on

દીપિકાએ આ ફાઉન્ડેશન ડિપ્રેશન કે અન્ય માનસિક બીમારીઓથી પીડાઈ રહેલા લોકો માટે બનાવેલો છે. દીપિકા પોતે પણ એક સમયે ડિપ્રેશનનો શિકાર રહી ચુકી છે માટે તે લગાતાર તેને લઈને જાગૃકતા ફેલાવવાની કોશિશ કરતી રહે છે.

વર્કફ્રન્ટની વાત કરીયે તો જલ્દી જ દીપિકા કપિલ દેવની બાયોપિક ફિલ્મ ’83’ માં જોવા મળશે જેમાં કપિલ દેવની ભૂમિકામાં રણવીર સિંહ જોવા મળશે. આ સિવાય દીપિકા ફિલ્મ ‘છપાક’ માં પણ ખાસ કિરદારમાં જોવા મળવાની છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.