સીમા અને અંજુ બાદ હવે દીપિકાની પ્રેમ કહાની આવી ચર્ચામાં, બે બાળકો અને પતિને રેઢો મૂકી, ગુજરાતમાં દવા કરાવવાનું કહી પ્રેમી સાથે થઇ ગઈ ફરાર

Deepika fled to Kuwait with her lover : છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં કેટલીક પ્રેમ કહાનીઓ સતત ચર્ચામાં છે. જેમાં પહેલી ચર્ચા પોતાના ચાર બાળકો સાથે પાકિસ્તાનથી ભારત પોતાના પ્રેમી માટે આવેલી સીમાની ચાલતી હતી, જેના બાદ આજ ક્રમમાં રાજસ્થાનની અંજુ આવી. જે પોતાના બાળક અને પતિને છોડીને પાકિસ્તાન પોતાના પ્રેમી માટે ચાલી ગઈ, ત્યારે આ બધા વચ્ચે જ હવે વધુ એક પ્રેમ કહાની ચર્ચામાં આવી છે. જે દીપિકાની છે. દીપિકા પોતાના બાળકો અને પતિને છોડીને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ.

બીમાર હોવાનું કહીને ખેડબ્રહ્મામાં દવા કરાવવા આવી હતી :

આ ચોંકાવનારો કિસ્સો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ચિત્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવ્યો છે. આ બાબતને લઈને 15 જુલાઈના રોજ પીડિતાના પતિ મુકેશે પોલીસ સ્ટેશનમાં તેની 35 વર્ષીય પત્ની દીપિકાના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં મુકેશે જણાવ્યું કે તેને 13 વર્ષની એક દીકરી અને 8 વર્ષનો પુત્ર છે. પતિએ જણાવ્યું કે તે મુંબઈમાં નોકરી કરે છે. 10 જુલાઈના રોજ તેની પત્ની બીમાર હોવાનું કહીને ગુજરાતના ખેડબ્રહ્મા (સાબરકાંઠા) ગઈ હતી.

પતિને વૉટ્સએપ કોલ કરીને જણાવી વાત :

પીડિતાના પતિએ જણાવ્યું કે તેની પત્ની ઘણીવાર ખરાબ તબિયતના બહાને ત્યાં આવતી હતી. જે બાદ તેની પત્ની ઘરે પરત ફરી ન હતી. જેની માહિતી મળી ન હતી. પીડિતાના પતિ મુકેશે જણાવ્યું કે 12 ઓગસ્ટે મુકેશે દીપિકા સાથે ફોન પર વાતચીત કરી હતી. જેમાં તેણે પોતાને હોસ્પિટલમાં દાખલ હોવાનું જણાવ્યું હતું. પરંતુ 13 ઓગસ્ટના રોજ દીપિકાએ મુકેશને વોટ્સએપ પર ફોન કરીને કહ્યું કે તમે મારાથી હેરાન થાઓ છો. તેથી જ હું બહાર આવી છું.

પ્રેમી કુવૈત લઈને ભાગી ગયો :

ફોન પર આ સાંભળીને મુકેશ પરેશાન થઈ ગયો અને ડુંગરપુર આવ્યો. દરમિયાન તેની પત્નીનો બુરખો પહેરેલા યુવક સાથેનો ફોટો વાયરલ થયો હતો. ફોટામાં ઈરફાન હૈદર નામનો યુવક તેની પત્ની સાથે જોવા મળી રહ્યો છે. જે નવાઝ નગર (હિંમતનગર) ગુજરાતનો રહેવાસી છે. આ મામલે પીડિતાના પતિએ જણાવ્યું કે આરોપી યુવક ઈરફાન તેની પત્નીનું અપહરણ કરીને તેને કુવૈત લઈ ગયો હતો. જ્યાં તેણે તેનું બ્રેઈનવોશ કરીને તેનું ધર્મપરિવર્તન કરાવ્યું હતું.

મહિલાનું બ્રેઈન વૉશ કર્યાનો આરોપ :

પીડિતાનો આરોપ છે કે આરોપી યુવક ઈરફાને દીપિકાનું સાચું નામ, ધર્મ અને સરનામું છુપાવીને તેની સાથે છેતરપિંડી કરી હતી. આરોપી યુવક પરિણીત હોવા છતાં તેની પત્નીને લઈ ગયો હતો. પીડિત મુકેશે જણાવ્યું કે ભાગતા પહેલા તેની પત્ની ઘરમાંથી 12 તોલા સોનાના દાગીના અને 2 લાખ 35 હજાર રોકડા લઈને ભાગી ગઈ હતી. અહીં ચિત્રી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ગોવિંદ સિંહે જણાવ્યું કે પીડિતાના પતિએ પહેલા મહિલાના ગુમ થવાનો કેસ નોંધાવ્યો હતો. પરંતુ હવે કુવૈત જતી મહિલાનો નવો ખુલાસો થયો છે. આ મામલે પોલીસ લવ જેહાદના આરોપોને લઈને તપાસમાં લાગેલી છે.

Niraj Patel