ફિલ્મી દુનિયા

“છપાક” ફિલ્મના ટ્રેલર લોન્ચિંગમાં ધ્રુસકે ધ્રુસકે રડી ઉઠી દીપિકા પાદુકોણ, કારણ જાણીને તમે પણ રડી ઉઠશો- જુઓ વિડીઓમાં આખો મામલો

દીપિકા પાદુકોણ બોલીવુડમાં એક આગવું નામ ધરાવનાર અભિનેત્રી બની ગઈ છે. તેના દેખાવની સાથે તેનો અભિનય પણ આકર્ષક છે જેના કારણે તે તેના ચાહકોમાં ખુબ જ લોકપ્રિય છે. દીપિકાની એક નવી ફિલ્મ “છપાક”નું ટ્રેલર ગઈકાલે લોન્ચ કરવામાં આવ્યું. આ ટ્રેલરના લોન્ચિંગ સમયે દીપિકાની આંખો આંસુઓથી છલકાઈ ગઈ. તેની પાછળનું કારણ પણ આંખોને ભીંજવી દે તેવું જ હતું.

Image Source

“છપાક” ફિલ્મ લક્ષ્મી અગ્રવાલના જીવન ઉપર આધારિત ફિલ્મ છે. લક્ષ્મી એજ મહિલા છે જેના ઉપર 2005ની અંદર એસિડ એટેક કરવામાં આવ્યો હતો. દીપિકા આ ફિલ્મની અંદર માલતીનો અભિનય કરી રહી છે.  આ ફિલ્મને મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે. ટ્રેલર લોન્ચિંગ દરમિયાન જયારે દીપિકા સ્ટેજ ઉપર હસતા મોઢે આવી અને માઈક પકડી બોલવાનું શરુ કર્યું ત્યારે જ તે રડવા લાગી ગઈ.

Image Source

દીપિકાએ રડતા રડતા કહ્યું: “શું મારે કઈ કહેવું પડશે? મેં વિચાર્યું હતું કે તમે લોકો ટ્રેલર જોશો, પછી અમે સ્ટેજ ઉપર આવીશું. અમારે કઈ બોલવું પડશે એ વિષય ઉપર મેં કઈ વિચાર્યું જ નહોતું, જયારે પણ હું ટ્રેલર જોઉં છું….”

Image Source

આટલું બોલતા બોલતા જ દીપિકા રડવા લાગી હતી, દીપિકાએ રડતા રડતા જ મેઘનાને કહ્યું કે “શું આપણે થોડીવાર પછી ફરીથી શરૂ કરી શકીએ?”

Image Source

થોડીવાર બાદ દીપિકાએ પોતાની જાતને સાંભળી અને પછી કહ્યું હતું:
“હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે એવું બહુ જ ઓછી વખત થાય છે જયારે આપણે થોડી જ મિનિટોમાં કોઈ સ્ટોરી માટે હા કહેતા હોઈએ છીએ, નહીંતર સ્ટોરી સાંભળ્યા પછી જ નિર્ણય કરીએ છીએ કે આપણે આ ફિલ્મ કરવી છે કે નહિ, મારા માટે આ એવી જ ફિલ્મ છે, જેને સાંભળીને મેં થોડી જ મિનિટોમાં હા કહી હતી.”

Image Source

દીપિકાએ આ ફિલ્મમાં પોતાની પસંદગી કરવા બદલ મેઘનાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ફિલ્મ 10 જાન્યુઆરી 2020માં સિનેમાઘરોમાં જોવા મળશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.