મનોરંજન

જાણો કેમ ડાન્સ રિયાલિટી શોની વચ્ચે ધ્રુસકે ધ્રુસકે રડી પડી દીપિકા પાદુકોણ, વાયરલ થઇ રહ્યો છે વિડીયો

બૉલીવુડમાં એક્ટ્રેસમાં દીપિકા પાદુકોણ પણ બહેતરીન એક્ટ્રેસ છે. આ સાથે જ દીપિકા ભાવુક પણ એટલી જ છે. દીપિકા તેની આગામી ફિલ્મ છપાકના ટ્રેલર લોન્ચ પ્રસંગે ઈમોશનલ થઇ ગઈ હતી. હાલમાં પણ દીપિકા પાદુકોણ એક રિયાલિટી શોમાં ઈમોશનલ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by 🌹DEEPIKA PADUKONE Kerala fc 🌹 (@deepikapadukonekeralafc_) on

દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ છપાકના પ્રમોશનમાં ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસના સેટ પર પહોંચી હતી. આ શોના સ્પર્ધકોએ દીપિકા પાદુકોણના સ્વાગત માટે એક ખાસ ચોંકાવનારૂ કામ કર્યું હતું. આ સ્પર્ધકોએ દીપિકાના હિટ ગીત જેવા કે, દીવાની મસ્તાની, ઘુમર, ધૂમ તના, મૈ લવલી હો ગઈ યાર, મનવા લાગે ગીત પર જબરદસ્ત નૃત્ય કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by 🌹DEEPIKA PADUKONE Kerala fc 🌹 (@deepikapadukonekeralafc_) on

જયારે સ્પર્ધકો આ ગીત પર પરફોર્મન્સ કરી રહ્યા હતા ત્યારે તે સીટ પર બેસેલી હતી. દીપિકા તેની કરિયરને પ્લેબૅકમાં જોઈને ભાવુક થઇ ગઈ હતી. તેની આંખમાંથી આંસુ નીકળી ગયા હતા. સ્પર્ધકોને સરાહના પાઠવવા તે સીટ પરથી ઉભી થઈ ગઈ હતી અને તેના ચહેરાને હાથેથી ઢાંકી દીધા હતા. આ બાદ રીમો ડિસોઝાએ દીપિકાને ગળે લગાડી શાંત કરી હતી. આ બાદ સ્ટેજ પર જઈને બધા સ્પર્ધકોનો આભાર માન્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by 🌹DEEPIKA PADUKONE Kerala fc 🌹 (@deepikapadukonekeralafc_) on

આ આંસુઓનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે દીપિકાએ જણાવ્યું હતું કે, મેં મારી કરિયરમાં તનતોડ મહેનત કરીને આગળ વધી છું. મેં મારી કરિયરની શરૂઆત કરી ત્યારબાદ મેં કયારે પણ પાછળ ફરીને નથી જોયું. મેં જે પણ કામ કર્યું છે તે પુરી ઈમાનદારીથી અને અનુશાસન સાથે કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by 🌹DEEPIKA PADUKONE Kerala fc 🌹 (@deepikapadukonekeralafc_) on

દીપિકાએ જણાવ્યું હતું કે, હું આટલા બધા શોમાં ગઈ છું પરંતુ આજે મેં જે મહેસુસ કર્યું છે તે શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. હું આ માટે મારા દિલને ધન્યવાદ કહું છું.

 

View this post on Instagram

 

A post shared by RANVEERSINGH / DEEPIKAPADUKONE (@deepveer_myheartbeat) on

જણાવી દઈએં કે, દીપિકાની આગામી ફિલ્મ મેઘના ગુલઝાર નિર્દેશિત ‘છપાક’ 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલરના લોન્ચિંગ દરમિયાન પણ દીપિકા ભાવુક થઇ ગઈ હતી.

દીપિકાએ ટ્રેલર લોન્ચિંગના સમયે કહ્યું હતું કે, સામાન્ય રીતે અમે ફિલ્મની વાર્તા વાંચીને નક્કી કરતા હોય છે કે ફિલ્મ કરવી કે નહીં પરંતુ એવું બહુ ઓછી વાર થતું હોય છે કે, આપણે વાર્તા સાંભળીને નક્કી કરી લઈએ છીએ. છપાક તે જ ફિલ્મ છે જેની વાર્તા સાંભળીને મેં હા પાડી દીધી હતી. દીપિકા પાદુકોણ ફિલ્મ છપાકમાં એક એસિડ સર્વાઇવરની ભૂમિકામાં છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.