રણબીર કપૂર 38 વર્ષનો થઈ ગયો છે. 28 સપ્ટેમ્બર, 1982 માં મુંબઇમાં જન્મેલા રણબીર તેની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. જોકે રણબીરનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે સંકળાયેલું હતું, પરંતુ દીપિકા પાદુકોણ સાથેના તેના અફેરની ચર્ચા ખૂબ જ થઈ હતી. એવું કહેવામાં આવે છે કે બંનેની પહેલી મુલાકાત એક મેકઅપ મેને કરાવી હતી. દિલોજાનથી રણબીરને ચાહતી દીપિકાને ત્યારે દગાનો અહેસાસ થયો જ્યારે તેને રણબીરને રંગે હાથ પકડ્યો હતો.

તે એક યોગાનુયોગ હતો કે દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ અને રણબીર કપૂરની ફિલ્મ સાંવરિયા’ એક દિવસે રિલીઝ થઇ હતી. વિશેષ વાત એ છે કે રણબીર કપૂર અને દીપિકાનો મેક-અપ માણસ એક જ હતો. મેક-અપ મેન તે બંનેને મળાવ્યા હતા અને અહીંથી જ તેમની લવ સ્ટોરી શરૂ થઈ.

દીપિકા પાદુકોણ અને રણબીર કપૂર 2007ની ફિલ્મ ‘બચના-એ-હસિનો’ દરમિયાન નજીક આવ્યા હતા. અહેવાલો અનુસાર દીપિકાને રણબીરના નામના ટેટૂ પણ કરાવ્યું હતું જે હજી પણ તેના ગળાના પાછળના ભાગમાં જોઇ શકાય છે.

જોકે, 2010 સુધીમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. આ સંબંધ તૂટવાના કારણ અંગે ખુલાસો કરતાં દીપિકાએ એક ઇન્ટરવ્યુમાં રણબીરનું નામ લીધા વિના તેમના સંબંધ તૂટવાની પીડા વ્યક્ત કરી હતી.

દીપિકાએ કહ્યું હતું- ‘મેં તેને રંગે હાથ પકડ્યો. અને તે સમય હતો જ્યારે બધી ભાવનાઓને ભૂલીને મેં તેનાથી અલગ થવાનું નક્કી કર્યું. દીપિકાના કહેવા પ્રમાણે, જ્યારે હું સંબંધમાં હતી ત્યારે ઘણા લોકોએ મને કહ્યું કે તે તેમને દગો આપી રહ્યો છે. હું જાતે પણ આ જાણતી હતી, પરંતુ તેને બ્રેકઅપ ન કરવાની વિનંતી કરી, તો મેં તેને બીજી તક આપી.

દીપિકાના કહેવા પ્રમાણે, ‘જ્યારે તેને પહેલીવાર મારી સાથે દગો કર્યો, ત્યારે અમારા સંબંધોમાં કંઇક ખોવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું હતું, પછી તે બન્યું. પરંતુ જ્યારે ચીટિંગની આદત બની જાય છે, તો પછી તમે સંબંધમાં બધું આપ્યા પછી પણ ગુમાવશો. મેં રિલેશનશીપમાં બધુ જ આપી દીધું પણ પાછો આવવાની અપેક્ષા ક્યારેય નહીં.

તે જ સમયે, રણબીરે દીપિકા પાદુકોણ સાથેના બ્રેકઅપ પછી 2011 માં એક ઇન્ટરવ્યુમાં ઘણું કહ્યું હતું. આ દરમિયાન તેને દીપિકા સાથે દગો આપવા અંગે પણ વાત કરી હતી.

રણબીર કપૂરે કહ્યું, ‘હા મેં દીપિકાને દગો આપ્યો હતો કારણ કે હું એક અપરિપક્વ, બિનઅનુભવી હતો. પરંતુ તમે આ બધી બાબતોનો ખ્યાલ જ્યારે તમે મોટા થશો અને તમને પ્રેમ કેમ થવો જોઈએ તેની કિંમત સમજાશે. જ્યારે તમે કોઈની સાથે પ્રતિબદ્ધ ન હોઈ શકો ત્યારે પ્રતિબદ્ધ કેમ થવું?
રણબીરે વધુમાં કહ્યું કે, બેવફાઈ પ્રેમનો સોદો તોડવાવાળી હોય છે. એકવાર તે સામે આવે છે પછી આદર ખોવાઈ જાય છે, વિશ્વાસ ખતમ થઇ જાય છે. આ બધા સારા સંબંધના આધારસ્તંભ છે અને તમે તેમના વિના જીવી શકતા નથી.

તમને જણાવી દઈએ કે દીપિકાએ નવેમ્બર 2018 માં રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. આ સાથે જ રણબીર કપૂર આલિયા ભટ્ટ સાથેના સંબંધોમાં પણ છે અને આ વર્ષના અંતમાં બંને લગ્ન કરી શકે છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીર કપૂર ટૂંક સમયમાં આલિયા ભટ્ટની સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં જોવા મળશે, જ્યારે દીપિકા તેના પતિ રણવીરની આગામી ફિલ્મ ’83’ માં જોવા મળશે.