પઠાણમાં દીપિકા જ નહિ પરંતુ આ અભિનેત્રીઓ પણ પહેરી ચુકી છે ભગવા રંગની બિકીની, બતાવી ચુકી છે પોતાનો બોલ્ડ અંદાજ, જુઓ કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ

હાલ પઠાણ ફિલ્મને લઈને આખા દેશમાં વિવાદ છેડાયેલો છે. પઠાણ ફિલ્મનું એક ગીત “બેશર્મ રંગ” રિલીઝ થયા બાદ લોકો આ ફિલ્મને બોયકોટ કરવાની જબરદસ્ત માંગ પણ કરી રહ્યા છે. કારણે આ ગીતમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકીમાં જોવા મળી રહી છે અને અભિનેતા શાહરુખ સાથે ડાન્સ કરી રહી છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં તેને લઈને ઘમાસાણ જોવા મળી રહ્યું છે, પરંતુ આ પહેલીવાર નથી જયારે કોઈ અભિનેત્રી ભગવા રંગની બિકી પહેરીને નજર આવી હોય, આ પહેલા પણ ઘણી અભિનેત્રીઓએ ઓરેન્જ રંગની બિકી પહેરી છે. ચાલો જોઈએ કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ…

1. દિશા પટણી:
દિશા પટણી બોલિવૂડની સૌથી ફિટ અભિનેત્રીઓમાંની એક છે અને તેના બિકી લુક માટે ખૂબ જ ફેમસ છે. થોડા સમય પહેલા જ અભિનેત્રીએ તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જેમાં તે કેસરી જેવા જ રંગની બિકી પહેરેલી જોવા મળી હતી. તેની આ તસીવરો પણ ખુબ જ વાયરલ થઇ હતી.

2. કેટરીના કૈફ:
કેટરીના કૈફે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મ “બાર બાર દેખો”ના એક ગીતમાં કેસરી રંગની બિકી પહેરી હતી, જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ દેખાતી હતી. અભિનેત્રીનો આ અવતાર તેના ચાહકો માટે કોઈ સરપ્રાઈઝથી ઓછો નહોતો.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

3. આલિયા ભટ્ટ:
આલિયા ભટ્ટે તેના 29માં જન્મદિવસ પર તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે બીચ પર ઓરેન્જ બિકી પહેરેલી જોવા મળી હતી. તેનો આ વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર ખુબ જ વાયરલ થયો હતો અને લોકોએ પણ તેના આ લુકની ખુબ જ પ્રસંશા પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

4. પ્રિયંકા ચોપરા:
પ્રિયંકા અવાર નવાર તેના બોલ્ડ લુકને લઈને ચર્ચામાં રહે છે ત્યારે પ્રિયંકા ચોપરાએ 2019માં તેના બીચ વેકેશન દરમિયાન તેનો સનકીસ કરેલો ફોટો શેર કર્યો હતો, જેમાં તે નારંગી બિકીમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

5. અવનીત કૌરે
સોશિયલ મીડિયા સેન્સેશન અવનીત કૌરે પણ ભગવા રંગની બિકીમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તેણીએ તેના માલદીવ વેકેશન દરમિયાન આ બિકી પહેરી હતી, જે તેણે પછીથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

6. નેહા મલિક:
પંજાબી એક્ટ્રેસ અને મોડલ નેહા મલિક પણ તેના બિકી લુક્સથી ચર્ચામાં રહેતી હોય છે. અભિનેત્રીએ મે મહિનામાં જ તેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે ભગવા રંગની બિકીમાં જોવા મળી હતી. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

7. દીપિકા પાદુકોણ:
દીપિકા પાદુકોણે “પઠાણ”ના ‘બેશરમ રંગ’ ગીત પહેલા પણ કેસરી રંગની બિકીનમાં પોઝ આપ્યો છે. ગેહરિયાં ફિલ્મના પ્રમોશન દરમિયાન તેણે પાણીની અંદર ફોટોશૂટ કરાવ્યું હતું, જેમાં તે ઓરેન્જ બિકીમાં જોવા મળી હતી.

Niraj Patel