ફિલ્મી દુનિયા

પહેલી એનિવર્સરીએ પર દુલ્હનની જેમ સજીને દીપિકા રણવીર પહોંચ્યા બાલાજી દર્શન કરવા- જુઓ 10 PHOTOS

બોલીવુડના સૌથી શ્રેષ્ઠ અને ચાર્મિંગ કપલ રણવીર અને દીપિકાના લગ્નને આજે એક વર્ષ પૂર્ણ થઇ ગયું. આજથી 1 વર્ષ પહેલા દીપ-વીરે ઇટલીમાં જઈને લગ્ન કર્યા હતા, ત્યારબાદ તેમને ભારત આવી અને ઘણી જગ્યાએ રિસેપશનની પાર્ટી પણ આપી હતી.

બોલીવુડમાં આ કપલ ખુબ જ પ્રખ્યાત છે. ફિલ્મ “રામલીલા”થી શરૂ થયેલો પ્રેમ લગ્ન સંબંધ સુધી પહોંચી ગયો હતો. જેના બોલીવુડના તમામ કલાકારો અને તેમના કરોડો ચાહકો દ્વારા વધાવી લેવામાં આવ્યો હતો.

પોતાના લગ્નનું એક વર્ષ પૂર્ણ થતા દીપિકા અને રણવીર તિરુપતિના વેન્કેટેશ્વર મંદિરમાં આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં આ બંને જણ ફરીવાર લગ્ન કરવાના હોય તેવા દેખાઈ રહ્યા હતા.

દીપિકાએ લાલ રંગની સાડી સાથે માથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેર્યું હતું જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે તો રણવીરે પણ સફેદ રંગની શેરવાની સાથે લાલ રંગનો દુપ્પટો પણ ઓઢ્યો હતો જેમાં તે પણ આકર્ષક દેખાઈ રહ્યો છે.

મંદિરમાં દર્શન કર્યા બાદ દીપ-વીરે મીડિયા સામે પોઝ પણ આપ્યા હતા. જેના ફોટા તેના ચાહકો સાથે શેર કરવામાં આવ્યા. તે બંનેના ચાહકોને તેમના ફોટા ખુબ જ પસંદ આવી રહ્યા છે.

દીપિકા અને રણવીરે પહેલાથી જ તિરૂપતિ જવા માટેનું આયોજન કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર દીપિકા અને રણવીર મંદિરમાં દર્શન બાદ પદ્માવતિ મંદિરમાં દર્શન કરવા માટે જશે ત્યારબાદ તેઓ અમૃતસરના સુવર્ણ મંદિરના દર્શન કરવા માટે પણ જવાના છે.

બોલીવુડનું આ કપલ પોતાની ફિલ્મોમાં તો રોમાન્સ બતાવવાનું ક્યારેય નથી ચુકતા પરંતુ ઓફસ્ક્રીન પણ આ કપલ એટલું જ રોમાન્ટિક છે.

Image Source

6 વર્ષ સુધી એકબીજા સાથે રિલેશનશિપમાં રહયા બાદ બંનેએ ગયા વર્ષે ઇટલીમાં લેક કોમો પર કોંકણી અને સિંધી બંને રિવાજો મુજબ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવતિ ફિલ્મમાં એક સાથે કામ કર્યું છે.

Image Source

પણ ઘણા ઓછા લોકો જાણે છે કે તેમની પહેલી મુલાકાત એક એવોર્ડ શો દરમ્યાન થઇ હતી, આ એવોર્ડ શોમાં જ રણવીરે દીપિકાને પહેલીવાર સામ-સામે જોઈ હતી, અને રણવીરનું કહેવું હતું કે એ તેને જોતા જ ફિદા થઇ ગયા હતા.

આ પછી તેમને એકબીજાને વધુ જાણવા અને સમજવાની તક આપી સંજય લીલા ભણસાલીએ ફિલ્મ રામલીલામાં એક સાથે કામ આપીને.

Image Source

આ ફિલ્મથી તેમની જોડી હિટ થઇ ગઈ. આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન બંનેએ ઘણો સમય એકસાથે વિતાવ્યો અને બંને વચ્ચે અંતર ઘટ્યું. એકબીજાની વધુ નજીક આવ્યા હતા.

Image Source

ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી જોરદાર હતી અને પછી મીડિયા પણ એ વાત ફેલાવવા લાગી હતી કે બંને વચ્ચે કઈંક રંધાઈ રહ્યું છે. લાંબા સમય સુધી બંને એકબીજાને ડેટ કર્યા બાદ અંતે ગયા વર્ષે બંને પરણી ગયા.

Image Source

મીડિયાના અહેવાલો અનુસાર, ફિલ્મ રામલીલાના શૂટિંગ દરમ્યાન એક રોમાન્ટિક સીન દરમ્યાન બંનેએ એકબીજાને કિસ કરવાની હતી અને નિર્દેશકના કટ બોલ્યા પછી પણ બંને એકબીજાને કિસ કરી રહયા હતા.

Image Source

ગયા વર્ષે 14 નવેમ્બરના રોજ બંનેએ કોંકણી રિવાજ અનુસાર લગ્ન કર્યા અને પછી બીજા દિવસે બંને સિંધી રિવાજ અનુસાર પરણ્યા હતા. તેમના લગ્નની તસ્વીરો ખૂબ જ વાયરલ થઇ હતી અને તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.