એવા વિચિત્ર કપડાં પહેર્યા કે લોકોએ કાર્ય ટ્રોલ, 7 તસ્વીરો જોઈને ડઘાઈ જશો
બોલીવુડની સૌથી સુંદર જોડીઓમાં એક રણવીર અને દીપિકા છે. તે બંને અવાર નવાર ચર્ચામાં આવતા હોય છે ત્યારે રણવીર ખાસ પોતાના પહેરવેશને લઈને વારંવાર ચર્ચામાં આવે છે. હાલમાં જ ગેટ વે ઓફ ઇન્ડિયા પાસે રણવીર અને દીપિકા સ્પોટ થયા હતા, જેમાં રણવીરનો પહેરવેશ ફરી ચર્ચામાં આવવા લાગ્યો છે.

રણવીર સિંહ ફેશન લવર છે તો દર વખતની જેમ આ વખતે પણ એકદમ હટકે ડિઝાઈનર કપડામાં જોવા મળ્યો હતો. તેને બ્લેક રંગનો કા કો-ઓર્ડ સેટ પહેર્યો હતો, જેના ઉપર સફેદ સ્ટ્રાઇપ્સ અને લાલ રંગની સ્વર્લ પેટર્ન હતી. આની સાથે જ તેને સ્નીકર્સ અને બેલ્ક એન્ડ વ્હાઇટ શેડ્સ લગાવ્યા હતા.

તો દીપિકા પણ હાલમાં શૂટિંગમાં વ્યસ્ત રહે છે અને તેને સતત એથલેજર કપડામાં સ્પોટ કરવામાં આવે છે. આ વખતે પણ દીપિકાએ બ્લેક એન્ડ વ્હાઇટ કોમ્બિનેશનના કપડાને જ કેરી કર્યા હતા.

દીપિકાએ કાળા રંગના હાઈ વેસ્ટ જોગર્સ પહેર્યા હતા, જેની ઉપર તેને સફેદ રંગનું ટૈક ટોપ મેચ કર્યું હતું. તેને ફ્રન્ટમાં નોટની અંદર ટાઈ કર્યું હતું. દીપિકાએ લુકને સફેદ સ્નીકર્સ સાથે સ્ટાઈલિશ ફિનિશ પણ આપ્યું હતું.

તો આ સમય દરમિયાન અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદી પણ કેમરામાં સ્પોટ થયેલો જોવા મળ્યો. તેને ડાર્ક નેવી બ્લુ કલરનું ટ્રેકસૂટ પહેર્યો હતો. જેના જેકેટ પોર્શન ઉપર સફેદ અને લાલ રંગ પણ હતા. અભિનેતાએ આજ પ્રકારના સ્નીકર્સ પહેર્યા હતા, જે તેના લુકને સુંદર બનાવી રહ્યો હતો.

ગલી બોય સ્ટાર અભિનેતા સિદ્ધાંત પણ ગેટ વે ઓફ ઇન્ડિયા ઉપર નજર આવ્યો હતો. તેને અલીબાગ જવું હતું જેના માટે તેને બોટ રાઈડ લેવાનો નિર્ણય કર્યો.