આલિયા અને રણબીરને સેલેબ્સ દ્વારા મળી રહી છે અઢળક શુભકામનાઓ, કેટરીના અને દીપિકા પાદુકોણે કોમેન્ટ કરીને કહ્યું…જુઓ

આલિયા અને રણબીર કપૂરે ગઈકાલે લગ્નના સાત ફેરા ફરી અને એકબીજાના જન્મ જન્મ માટે બની ગયા છે. તેમના લગ્નની ઘણી બધી તસવીરો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહી છે અને લોકો આ તસવીરો ઉપર ભરપૂર પ્રેમ પણ વરસાવી રહ્યા છે. આ દરમિયાન ચાહકો તેમને સુખી લગ્ન જીવન માટે પણ દિલથી શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

તેમના ચાહકો ઉપરાંત બોલીવુડના ઘણા સેલેબ્સ પણ તેમને લગ્નની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આલિયા ભટ્ટના બેસ્ટી તરીકે ગણવામાં આવતી કેટરીના કૈફ અને દીપિકા પાદુકોણે પણ તેમની તસવીરો ઉપર કોમેન્ટ કરીને તેમને લગ્ન જીવનની શુભકામનાઓ પાઠવી છે, તેમને આલિયા ભટ્ટની પોસ્ટમાં કોમેન્ટ કરી છે.

સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતાં આલિયા ભટ્ટે લખ્યું “આજે અમારા પરિવાર અને મિત્રોની અમારી મનપસંદ જગ્યા પર – બાલ્કની જ્યાં અમે અમારા સંબંધોના છેલ્લા 5 વર્ષ વિતાવ્યા છે – અમે લગ્ન કર્યા. અમારી પાસે પહેલેથી જ ઘણું બધું છે, અમે સાથે મળીને વધુ યાદો બનાવવા માટે રાહ જોઈ શકતા નથી.” આલિયાની આ પોસ્ટ વાયરલ થઈ છે. આલિયાની આ પોસ્ટને લાખો લોકોએ લાઈક કરી છે.

આલિયાની પોસ્ટ પર ઘણા સેલેબ્સે કોમેન્ટ કરી છે. દીપિકા પાદુકોણે કમેન્ટ કરીને લખ્યું છે કે, “જીવનભર પ્રેમ, ખુશી અને હાસ્યની શુભેચ્છા. આ ઉપરાંત કેટરીના કૈફે લખ્યું છે કે “તમને બંનેને ઘણી શુભેચ્છાઓ. ઘણો પ્રેમ અને શુભેચ્છાઓ.” દીપિકા અને કેટરીનાની કૉમેન્ટને પણ લોકો લાઈક અને તેમાં પણ રીપ્લાય કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આલિયા અને રણબીરે 14 એપ્રિલે તેમના ઘર વાસ્તુમાં સાત ફેરા લીધા હતા. આલિયા અને રણબીરના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આલિયાએ પોતે લગ્નની ક્યૂટ તસવીરો શેર કરી છે. જે વાયરલ થઇ છે. આલિયા અને રણબીરના લગ્નની તસવીરો સામે આવ્યા બાદ સેલેબ્સ તેમને અભિનંદન આપી રહ્યા છે. દીપિકા પાદુકોણ, કેટરિના કૈફ સહિત ઘણા સેલેબ્સ આલિયા-રણબીરને સુખી લગ્ન જીવનની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આલિયાની પોસ્ટ પર ઘણા સેલેબ્સે કોમેન્ટ કરી છે.

Niraj Patel