‘જિયો વર્લ્ડ પ્લાઝા’ના ઓપનિંગમાં લાગ્યો સ્ટાર્સનો જમાવડો, કરીના-દીપિકા-કેટરીના-આલિયા સહિત આ હસીનાઓએ લૂંટી મહેફિલ

અંબાણી પરિવારની વહુઓએ ફેશનમાં આપી બોલિવુડ એક્ટ્રેસને માત, ડોલ જેવી સજી રાધિકા મર્ચેંટ તો શ્લોકા મહેતા પણ ના લાગી કોઇથી કમ

જાહ્નવી કપૂરની ખૂબસુરતી આગળ સ્વર્ગની અપ્સરાઓ પણ લાગશે ફીકી, ‘જિયો વર્લ્ડ પ્લાઝા’ની ઓપનિંગ સેરેમનીમાં બતાવ્યો જલવો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો મોલ ‘Jio વર્લ્ડ પ્લાઝા’ 31 ઓક્ટોબરે એટલે કે મંગળવારે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યો. તે આજે એટલે કે 1 નવેમ્બરના રોજ સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. આ દેશનો પહેલો સૌથી મોટો લક્ઝરી મોલ છે. મોલના લોન્ચિંગ પ્રસંગે આયોજિત રેડ કાર્પેટ ઈવેન્ટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી, ભાવિ વહુ રાધિકા મર્ચન્ટ અને પુત્રી ઈશા સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.

આ સિવાય આ ઈવેન્ટમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં આવેલો આ મોલ 7.50 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. આ મોલ દેખાવમાં તો લક્ઝુરિયસ છે જ પરંતુ અહીં ઉપલબ્ધ વસ્તુઓ પણ એકદમ લક્ઝુરિયસ છે. Jio World Plaza અમેરિકન આર્કિટેક્ચર અને ડિઝાઇન ફર્મ TVS અને Reliance ટીમ દ્વારા સંયુક્ત રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

માર્બલ ફ્લોર, ઉંચી વોલ્ટેડ છત અને અદભૂત લાઇટિંગ આ મોલને આકર્ષક બનાવે છે. આ મોલમાં શોપિંગથી માંડીને મલ્ટિપ્લેક્સ થિયેટર અને મહાન રેસ્ટોરન્ટ્સનો સમાવેશ થાય છે. આ મોલની રચના કમળના ફૂલ અને પ્રકૃતિના અન્ય તત્વોથી પ્રેરિત છે. આ ઇવેન્ટમાં અંબાણી પરિવાર સહિત બોલિવૂડની ઘણી હસ્તીઓએ ભાગ લીધો હતો. કેટલાક લોકોએ ઈવેન્ટ દરમિયાન સ્ટાઈલિશ અવતારમાં રેડ કાર્પેટ પર રેમ્પ વોક પણ કર્યું હતું. આલિયા ભટ્ટ અને રણવીર સિંહે Jio વર્લ્ડ પ્લાઝામાં ભવ્ય એન્ટ્રી કરી હતી.

આ ઉપરાંત મલાઈકા અરોરા, ભૂમિ પેડનેકર, કરીના કપૂર ખાન, રિતેશ દેશમુખ અને જેલેનિયા સહિત ઘણા સેલેબ્સ રેડ કાર્પેટ પર તેમની ફેશન ફ્લોન્ટ કરતા જોવા મળ્યા હતા. આ ઈવેન્ટમાં સલમાન ખાને ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. જ્યારે આલિયા ભટ્ટ અને દીપિકા પાદુકોણના લુકે બધાના દિલ જીતી લીધા હતા. લોકોની નજર પણ કરીના કપૂરના લુક પર ટકેલી હતી. આ ઈવેન્ટમાં કરિશ્મા કપૂર એકદમ અલગ લુકમાં જોવા મળી હતી.

શનાયા કપૂર બ્લેક સાડીમાં તો જોન અબ્રાહમ શાનદાર લુકમાં જોવા મળ્યો હતો. આ ઈવેન્ટમાં શ્રદ્ધા કપૂર અલગ જ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. શ્રદ્ધા કપૂરનો આ ડ્રેસ જોયા પછી લોકો તેને જ જોતા જ રહી ગયા હતા. આ ઉપરાંત શહેનાઝ ગિલે પણ આ ઇવેન્ટમાં બોલ્ડ લુકમાં હાજરી આપી હતી. શહનાઝ ગિલની નવી સ્ટાઈલ જોઇ ફેન્સ ક્રેઝી થઈ ગયા હતા. સારા અલી ખાન પણ Jio વર્લ્ડ પ્લાઝાની ઓપનિંગ સેરેમનીમાં એકદમ અલગ અંદાજમાં જોવા મળી હતી.

આ ઉપરાંત જાહ્નવી કપૂરના લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. કરણ જોહર તેમજ માધુરી દીક્ષિત પણ તેના પતિ સાથે આ ઈવેન્ટમાં પહોંચી હતી. મુંબઈમાં મંગળવારની સાંજ ઘણી રંગીન રહી. Jio વર્લ્ડ પ્લાઝાની ઓપનિંગ ઇવેન્ટમાં અંબાણી પરિવારની વહુઓએ બાજી મારી લીધી હતી. નીતા અંબાણી અને મુકેશ અંબાણીની વહુ શ્લોકા મહેતા સિલ્વર શોર્ટ ડ્રેસમાં તેમજ મેચિંગ જ્વેલરી અને હીલ્સમાં જોવા મળી હતી.

જ્યારે અંબાણી પરિવારની થવાવાળી નાની વહુ રાધિકા મર્ચન્ટ બ્લેક ઑફ-શોલ્ડર વન-પીસ ડ્રેસમાં જોવા મળી હતી. આ ઉપરાંત આ ઇવેન્ટમાં બી ટાઉનના ટ્રેન્ડિંગ કપલ વિજય વર્મા અને તમન્ના ભાટિયાએ પણ તેમના લુકથી લાઇમલાઇટ લૂંટી હતી.

Shah Jina