દીપિકા પાદુકોણના જન્મ દિવસની પાર્ટીમાં ઉમટી પડ્યા બોલીવુડની હસ્તીઓ, જુઓ તસવીરો અને વીડિયો
બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી દીપિકા પાદુકોણ પોતાનો 35મોં જન્મ દિવસ મનાવી રહી છે. આ નિમિત્તે તેના પતિ રણવીર સિંહે તેના માટે ખાસ પાર્ટીની આયોજન કર્યું હતું, જેમાં બોલીવુડના સિતારાઓ પણ જોવા મળ્યા હતા.

દીપિકાના જન્મ દિવસ નિમિત્તે મુંબઈની એક હોટલમાં ખાસ ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની કેટલીક તસવીરો પણ સામે આવી છે. કોરોના વાયરસના કારણે આ વર્ષે મોટી પાર્ટીનું આયોજન તો ના થઇ શક્યું, પરંતુ મિત્રો અને કેટલાક નજીકના લોકો સાથે આ જન્મ દિવસની પાર્ટી ઉજવવામાં આવી હતી.

દીપિકાના જન્મ દિવસે યોજાયેલી ડિનર પાર્ટીની અંદર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ જોવા મળ્યા હતા. આલિયા સાથે તેની બહેન સાહીન પણ જોવા મળી હતી.

આ દરમિયાન રણબીર કપૂર સફેદ શર્ટમાં અને બ્લેક પેન્ટમાં નજર આવ્યો હતો. તો આલિયા પણ તેનાથી જ મેચિંગ બ્લેક બોલ્ડ આઉટફિટમાં નજર આવી હતી. તે ખુબ જ સુંદર પણ લાગી રહી હતી.
View this post on Instagram
આ ઉપરાંત રણવીરે પણ એક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે, જેમાં દીપિકા રણવીરના ખોળામાં બેઠેલી જોવા મળે છે.

આ પહેલા પણ દીપિકા અને રણવીરની જન્મ દિવસની શરૂઆત પહેલાની એક તસ્વીર સામે આવી હતી, જેમાં દીપિકાએ પોતાના જન્મ દિવસની શરૂઆત રણવીર સાથે બ્રેકફાસ્ટ કરીને કરી હતી.
View this post on Instagram
આ તસ્વીરોમાં દીપિકા બ્રાઉન કલરના ટ્રેક શૂટમાં નજર આવી હતી. તો રણવીરે ગ્રે કલરનો ટ્રેકશૂટ પહેર્યો હતો. સાથે જ તેને શેડ્સ પણ પહેર્યા હતા. રણવીર કોરોના પ્રોટોકોલનું સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યો છે.
View this post on Instagram
દીપિકાના જન્મ દિવસની પાર્ટીની અંદર કરણ જોહર પણ અનન્યા પાંડે સાથે નજર આવ્યો હતો. તો ઈશાન ખટ્ટર પણ હાથમાં ગિફ્ટ લઈને સ્પોટ થયેલો જોવા મળ્યો હતો.
View this post on Instagram
ચાહકો પણ દીપિકાના જન્મ દિવસ નિમિત્તે તેને ખાસ શુભકામનાઓ આપી રહ્યા છે.