18 મહિનાના દીકરા અને પત્નીને મૂકીને પંચતત્વમાં વિલિન થયા દિગ્ગજ અભિનેતા, પત્ની પાસે નોકરી નથી અને લાખોની હોમ લોન ચૂકવવાની છે

‘ભાભીજી ઘર પર હૈ’નાં મલખાન એટલે કે દીપેશ ભાન (Deepesh Bhan)નું ગઈકાલે સેટરડે સવારે અવસાન થયું હતું. ટીવીના ફેમસ અભિનેતાના દુઃખદ નિધનની ખબર સાંભળીને આખી ઇન્ડસ્ટ્રી શોકમાં છે. પરિવાર અને ટીવી ઇન્ડસ્ટ્રીનાં ઘણાં સ્ટાર્સ એક્ટરની અંતિમ વિદાય આપવાં તેનાં ઘરે પહોંચ્યા હતાં. શનિવારે મોડી સાંજે દિવંગત દીપેશ ભાનનાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં.

ફેન્સ હોય કે પરિવારના લોકો હજુ પણ કોઈ આ વાત પર વિશ્વાસ નથી કરી શકતું તે તેમના કો-સ્ટાર્સ ‘મલખાન’ હવે તેમની વચ્ચે નથી રહ્યા. દિપેશ કેટલો ખુશહાલ વ્યક્તિ હતો, એ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી ખબર પડી જાય છે, જે જિંદગીની દરેક ક્ષણમાં ખુશી શોધતા હતા. લાખો ફેન્સના ચહેરા પર હાસ્ય લાવનાર દિપેશના પરિવારને આઘાત લાગ્યો છે,

આ આઘાતમાંથી બહાર આવવામાં કેટલો સમય લાગશે એ તો નથી ખબર પરંતુ તેમને 18 મહિનાના એક નાના બાળક અને પત્નીને આ સંસારમાં એકલા છોડીને જતા રહ્યા છે, જેની અત્યારે રડી રડીને ખરાબ હાલત છે.

આ અભિનતાના અવસાનને લીધે ટીવી ઈન્ડસ્ટ્રીને પણ આઘાત લાગ્યો છે. સૌમ્યા ટંડનથી માંડી શુંભાગી, રોહિતાષ ગૌર, આસિફ શેખ સુધી શોના ઘણા કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે. ક્રિકેટ રમતા સમયે દિપેશ ભાને છેલ્લા શ્વાસ લીધા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે, દિપેશ ભાનની પત્ની ભાંગી પડી છે. તેને હોમ લોન ચુકવવાની છે અને સાથે 18 મહિનાના એક નાના બાળકની જવાબદારી પણ છે.

શોમાં અનીતા ભાભીનો રોલ નિભાવી ચૂકેલ સૌમ્યા ટંડનને જ્યારે દિપેશ ભાનના મૃત્યુના સમાચાર મળ્યા તો તેણે વિશ્વાસ નહોતો થઈ રહ્યો. ઈ-ટાઈમ્સ સાથે વાત કરતા તેણે કહ્યું, આ સમાચાર પછી તે એકદમ આઘાતમાં સરી પડી છે. તેણે જણાવ્યું કે, દિપેશની પત્ની અને તેનો પુત્રની જિંદગીનું શું થશે. આ ખરેખર ઘણું ખોટું થયું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન તેમણે આ સહન કરવાની હિંમત આપે. દિપેશ ઘણો દયાળુ અને સારો વ્યક્તિ હતો. તે ખરેખર હીરો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અભિનેતાની પત્ની ભાંગી પડી છે. તેને હોમ લોન ચૂકવવાની છે, પરંતુ તેની પાસે નોકરી નથી અને અત્યારે તે કંઈ કામ પણ નથી કરી રહી. તે માત્ર ઘર સંભાળી રહી હતી. હોમલોનની સાથે તેના પર દીકરાની પણ જવાબદારી છે. ‘ભાભીજી ઘર પર હૈ’ સિવાય, અભિનેતા ભૂતવાલા સિરિયલ, એફઆઈઆર, કોમેડી ક્લબ, કોમેડી કા કિંગ કૌન, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને સુન યાર ચિલ માર જેવા શોમાં પણ જોવા મળ્યો છે. કો-સ્ટાર ચારુલ મલિકનું કહેવું છે કે તે આગળ OTT પ્લેટફોર્મ પર કામ કરવાની યોજના બનાવી રહ્યો હતો.

પરંતુ તેનું સપનું માત્ર સપનું જ રહી ગયું. દિપેશ ભાનના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા અને તેમને એક પુત્ર છે. દિપેશ ભાનના નિધનથી તેમનો પરિવાર ખરાબ રીતે તૂટી ગયો છે.દીપેશ ભાન હંમેશાથી એક્ટર બનવા માંગતા હતા. એ જ સપનું લઈને તે મુંબઈ આવ્યા અને સપનું પૂરુ પણ કર્યુ. ‘ભાભીજી ઘર પર હૈં’ની રીલ લાઈફની જેમ જ રીયલ લાઈફમાં પણ મલખાન ખૂબ જ જીવંત વ્યક્તિ હતા. દિપેશ ભાનનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચેક કરતાં જાણવા મળે છે કે, તેને ઈન્સ્ટા રીલ બનાવવાનો ખૂબ જ શોખ હતો.

આ સિવાય તે પોતાની ફિટનેસને લઈને પણ ખૂબ જ સભાન હતો. ફિટનેસનું ધ્યાન રાખવા છતાં પણ નાની ઉંમરમાં એક્ટરનું મોત દરેક માટે ચોંકાવનારું છે.દિપેશ ભાનના સહ-અભિનેતાઓનું કહેવું છે કે તે ખૂબ જ મજેદાર વ્યક્તિ હોવા છતાં, તે કેટલીક બાબતોને લઈને ઝડપથી પરેશાન થઈ જતો હતો. દિપેશ ભાન ભલે આજે દુનિયામાં નથી, પરંતુ તેમણે આપેલી યાદો હંમેશા લોકોના દિલમાં રહેશે. આશા છે કે મુશ્કેલ સમયમાં દિપેશ ભાનના ચાહકો તેના પરિવારને વેરવિખેર થવા દેશે નહીં.

વિભૂતિ નારાયણ એટલે કે શોના આસિફ શેખે અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.આસિફ શેખે ઇટાઇમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, તેઓ દિપેશના નિધનથી આઘાતમાં છે. આસિફે જણાવ્યું કે સવારે ક્રિકેટ રમતા મલખાન પડી ગયો હતો અને તેની આંખોમાંથી લોહી વહેવા લાગ્યું હતું.આસિફ શેખને પૂછવામાં આવ્યું કે શું તેણે ક્યારેય સ્વાસ્થ્ય સંબંધિત કોઈ ફરિયાદ કરી છે? તેના પર આસિફે કહ્યું કે તે એકદમ ફિટ છે અને ક્યારેય દારૂ કે સિગારેટ પીતો નથી.

આસિફે જણાવ્યું કે 10 દિવસ પહેલા દિપેશે સંપૂર્ણ શરીર ચેકઅપ પણ કરાવ્યું હતું. આસિફે ઇટાઇમ્સ સાથે વાત કરતા કહ્યું કે, દિપેશ ઘણી બધી રનિંગ, જિમિંગ અને ફિટનેસ એક્ટિવિટી કરતો હતો. તેણે ક્યારેય દારૂ, સિગારેટ અને આવી કોઈ વસ્તુનું સેવન કર્યું નથી. તે ખૂબ જ સ્વચ્છ છોકરો હતો. અત્યારે પણ અમે બધા આઘાતમાં છીએ કે તેની સાથે આવું કેવી રીતે થઈ શકે.આસિફે કહ્યું, “તે બિલકુલ ફિટ હતો.જો કોઈ સમસ્યા કે બીમારી હોત તો તે સમજી લેત, પરંતુ તેને કોઈ સમસ્યા ન હતી.

તેની સાથે કામ કરતા સાડા સાત વર્ષ થયા છે અને આટલા સમયમાં મેં તેને ક્યારેય બીમાર પડતો જોયો નથી. આસિફે વધુમાં જણાવ્યું કે, દીપેશે 10 દિવસ પહેલા શરીરનું હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું. તેણે મને કહ્યું કે તેને કોલેસ્ટ્રોલ નથી. પરંતુ તેનું બ્લડ પ્રેશર થોડું ઓછું રહે છે. મેં તેને કહ્યું કે જો તે ઓછું રહેતુ હોય તો સમસ્યા છે.

YC