ખબર

15 દિવસ પહેલા દીપકે પત્નીને કર્યો હતો ફોન, તારા માટે કાશ્મીરી શૉલ અને ઘરેણાં લાવીશ, પત્નીને આપેલું વચન રહી ગયું અધૂરું

ભારત અને ચીન વચ્ચે લદ્દાખની ગાળવાં ઘાટીમાં થયેલી હિંસક ઝડપમાં મધ્ય પ્રદેશના રિવાનો એક જવાન દિપક પણ શહીદ થઇ ગયો હતો. દિપકના શહીદ  થવાના સમાચાર મંગળવારે મોડી રાત્રે સેનાના અધિકારીઓએ દીપકના પિતાને ફોન કરીને આપી હતી.

Image Source

દીપકની ઉમર માત્ર 21 વર્ષની હતી અને 8 મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા. તેમના પાર્થિવ દેહને લેહમાં રાખવામાં આવ્યો હતો અને આજે ગુરુવારના રોજ તેમના પાર્થિવ દેહને તેમના ગામ ફરેહદા લાવવામાં આવશે, દીપકની શહાદતથી આખા ગામની અંદર શોક વ્યાપી ગયો છે.

Image Source

શહીદ દીપકના લગ્ન નવેમ્બર 2019માં થયા હતા. તેના લગ્નને હજુ 8 મહિના પણ પુરા થયા નહોતા અને તેને પોતાનો જીવ દેશ માટે કુરબાન કરી દીધો. છેલ્લે દિપક હોળી ઉપર રાજયોમાં ઘરે આવ્યો હતો. અને જયારે હવે તે તિરંગામાં લપેટાઈને પોતાના વતનમાં પાછો ફરશે.

Image Source

દીપકની શહાદતના સમાચારથી સમગ્ર પરિવારમાં દુઃખનું વાતાવરણ પ્રસરી ઉઠ્યું છે. તેમના પિતા ગજરાજ સિંહેને પણ ઘેરો આઘાત લાગ્યો છે. તેમને પોતાના દીકરાની શહાદત ઉપર જણાવ્યું છે કે “દીકરાની શાહદતનું દુઃખ છે, પરંતુ તેને અમારું માથું સન્માનથી ઊંચું કરી દીધું છે.” આજે સવારથી જ દીપકના ઘરે લોકોનો જમાવડો લાગી ગયો હતો.

Image Source

15 દિવસ પહેલા જ શહીદ દિપક સિંહે તેની પત્ની સાથે ફોન ઉપર વાત કરી હતી. વાતચીત દરમિયાન દિપક સિંહે તેની પત્નીને વચન આપ્યું હતું કે આ વખતે જયારે તે ઘરે આવશે ત્યારે તેના માટે કશ્મીરી શૉલ અને ઘરેને લાવશે, પરંતુ દીપકનું આ વચન અધૂરું જ રહી ગયું.

દીપકની શહાદત ઉપર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા પણ તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે તો પૂર્વ સીએમ કમલનાથે પણ દિપક સિંહની શહાદત ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે.

ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના !! તેમના બલિદાનને અમે હંમેશા યાદ રાખીશું !! જય હિન્દ !! ૐ શાંતિ !!!

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.