ઢોલીવુડ મનોરંજન

ફિલ્મી જગતને વધુ એક ફટકો, આ ગુજરાતી દિગ્ગ્જ એક્ટરનું અમેરિકામાં હાર્ટ એટેકનાં કારણે નિધન

2020નું વર્ષ લોકો માટે ખરાબથી અતિ ખરાબ વીતી રહ્યું છે. બોલીવુડના દિગ્ગ્જ કલાકારોએ આ દુનિયાને અલવિદા આખી દીધી છે આ વચ્ચે ઢોલીવુડના જાણીતા એક્ટરે આ દુનિયાને અલવિદા કહી દેતા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઘેરો શોક છવાઈ ગયો છે.

ગુજરાતી ફિલ્મોનાં જાણીતા અભિનેતા અને જાણીતા ગુજરાતી કવિ, નાટ્યલેખક, નવલકથાકાર અને ‘જન્મભૂમિ’ અખબારના ભૂતપૂર્વ તંત્રી સ્વ. હરિન્દ્ર દવેના પુત્ર દીપક દવેનું અમેરિકાના ન્યુયોર્કમાં હાર્ટ એટેકનાં કારણે નિધન થયું છે.

Image source

દીપક દવેએ ન્યુયોર્કના ભારતીય વિદ્યા ભવનની ઓફિસમાં અંતિમ શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે, દિપક દવે જાણીતા એક્ટરની સાથે-સાથે અવાજના કારણે પણ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.

1998માં ‘નાનો દિયરીયો લાડકો’થી દીપક દવેએ ગુજરાતી ફિલ્મોમાં પોતાની શરૂઆત કરી હતી. દિપક દવેએ 70થી વધુ નાટકો અને 9 ફિલ્મોમાં અને 15 ટીવી સિરિયલોમાં અભિનય કરી ચૂક્યા છે. ગુજરાતી જ નહીં તેઓએ અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષાના નાટકોમાં પણ અભિનય કર્યો હતો. દીપક દવેના ‘ચિંગારી’ નાટકને દર્શકોને ખૂબ પ્રસંશા મળી હતી.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray: