કોણ છે દિપક ચાહરની ગર્લફ્રેન્ડ ? જેને કાલની મેચ પુરી થયા બાદ લાઈવ ટીવી પર ખાસ અંદાજમાં વીંટી પહેરાવી કર્યું પ્રપોઝ ?

આઇપીએલ તેના આખરી પડાવમાં આવી ગયું છે ત્યારે આ દરમિયાન ગ્રાઉન્ડમાંથી કેટલાક અદભુત નજારાઓ પણ જોવા મળી રહ્યા છે. ગઈકાલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સની મેચ પુરી થયા બાદ પણ એક એવો  રોમાન્ટિક નજારો જોવા મળ્યો હતો, જેના વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

કાલની મેચ પૂર્ણ થયા બાદ ચેન્નાઇના ફાસ્ટ બોલર દિપક ચાહરે તેની પ્રેમિકાને ગ્રાઉન્ડમાં જ પ્રપોઝ કરી દીધું. દીપકે જયારે આવું કર્યું ત્યારે આસપાસ રહેલા લોકો પણ હેરાન રહી ગયા હતા. ખાસ વાત તો એ હતી કે આ રોમાન્ટિક નજારો લાઈવ ટીવી ઉપર જોવા મળી રહ્યો હતો. ત્યારે હવે લોકોને એ જાણવાની ઈચ્છા થઇ રહી છે કે આખરે દિપકની આ ગર્લફ્રેન્ડ છે કોણ ?

તો તમને જણાવી દઈએ કે દીપકની આ પ્રેમિકાનું નામ છે જયા ભારદ્વાજ. જેને સ્ટેન્ડની અંદર દીપકે પ્રપોઝ કર્યું હતું અને બધાની સામે જ જયાએ પણ હા કહી દીધું. દીપકે રોમાન્ટિક અંદાજમાં ઘૂંટણિયે બેસીને તેની પ્રેમિકાને પ્રપોઝ કર્યું અને તેનું દિલ જીતી લીધું. દીપકે તેની પ્રેમિકાને વીંટી પણ પહેરાવી હતી.

જયા ભારદ્વાજ બિગબોસ ફેમ સિદ્ધાર્થ ભારદ્વાજની બહેન છે. સિદ્ઘાર્થ બિગ બોસ સીઝન 5માં નજર આવી ચુક્યો છે. સાથે જ રિયાલિટી શો સ્પિલટ્સવિલાનો પણ ભાગ રહી ચુક્યો છે. દીપકના પ્રપોઝ કર્યા બાદ સિદ્ધાર્થે તેની બહેન અને દીપકને શુભકામનાઓ પણ આપી હતી. સિદ્ધાર્થે લખ્યું હતું કે જયા અને દીપકને શુભકામનાઓ સાથે જ લાઈવ ટીવી ઉપર પ્રપોઝ કરવા માટે સિદ્ધાર્થે દીપકે શાબાસી પણ આપી હતી.

દિપક ચાહરના પિતા લોકેન્દ્ર ચાહરે જણાવ્યું કે તેમને ટીવી ઉપર આખી ઘટનાને જોઈ. તેમને જણાવ્યું કે ટીમના પ્લે ઓફમાં પહોંચ્યા બાદ દિપક પ્રપોઝ કરવા માંગતો હતો, પરંતુ મહેન્દ્ર સિંહ ધોનીના કહેવા ઉપર લીગ મેચમાં જ દીપકે પ્રપોઝ કરી દીધું.  દીપકના પિતા જણાવ્યું કે આખો પરિવાર ખુબ જ ખુશ છે. હવે દીપકના પરત ફરવા ઉપર આગળની વાત કરવામાં આવશે લગ્નની તારીખ હજુ નક્કી નથી થઇ. જલ્દી જ બંનેના પરિવાર નક્કી કરવામાં આવશે.

દિપક ચાહર ચેન્નાઇ સુપર કિંગ્સનો સ્ટાર બોલર છે. તેને પોતાની બોલિંગ દ્વારા લોકોના દિલ જીતી લીધા છે. ત્યારે શાંત દેખાતા દિપક ચાહરનું આ રીતે પ્રપોઝ કરવું લોકોને પણ હેરાન કરી દેનારું હતું.દિપક ચાહરની પ્રેમિકા દેખાવમાં ખુબ જ સુંદર છે, અને ખાસ અંદાજમાં કરેલું દિપક દ્વારા પ્રપોઝ લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જયા આઇપીએલ 2021માં દીપકની સાથે છે અને સીએસકેના બાયો બબલનો પણ ભાગ છે.

જયા ભારદ્વાજને સ્ટેન્ડમાં બેસી અને દીપકનો ઉત્સાહ વધારતા પણ જોવામાં આવી છે. દીપકનો ઉત્સાહ વધારવા માટે જ તે યુએઈ ગઈ છે અને ગઈકાલે તેને એવી સરપ્રાઈઝ મળી જેની કદાચ તેને કલ્પના પણ નહિ કરી હોય.

જયાના કેરિયરની જો વાત કરવામાં આવે તો તે દિલ્હીની રહેવાવાળી છે અને એક કોર્પોરેટર ફ્રેમમાં કામ કરે છે. ગઈકાલે જયારે દીપકે તેને વીંટી પહેરાવી અને પ્રપોઝ કર્યું ત્યારે તેની ખુશીનું ઠેકાણું ના રહ્યું અને વીંટી પહેર્યા બાદ તે દીપકને ગળે વળગી ગઈ હતી.

દિપક ચાહરે પણ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર આ ખાસ પળની તસવીરો શેર કરી છે અને લખ્યું છે કે તે બધાના આશીર્વાદ ઈચ્છે છે અને કોઈનો આભાર વ્યક્ત કરવા ઈચ્છે છે. દિપકની બહેન માલતી ચાહર પણ એક મોડલ અને અભિનેત્રી છે. તેને પણ તેના ભાઈને શુભકામના આપી છે.

માલતીએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર લખ્યું છે કે “My Brother is taken.” સાથે જ તેને એમ પણ જણાવ્યું છે કે જયા એક દિલ્હીની છોકરી છે તેને કોઈ વિદેશી ના સમજે. દીપકની બહેનને આ ચોખવટ એટલા માટે કરવી પડી હતી કારણ કે જયાની સુંદરતા જોઈને લોકો તેને વિદેશી સમજી રહ્યા હતા.

દિપક ચાહર ઘણા લાંબા સમયથી ચેન્નાઇ  સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે. સાથે જ તે ભારતીય ટીમની વન-ડે અને ટી-20 ટીમનો ભાગ રહી ચુક્યો છે. દીપકે અત્યારે સુધી કુલ 110 ટી-20 (ઇન્ટરનેશનલ અને આઇપીએલ) રમ્યો છે જેમાં તેને 127 વિકેટ લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Chennai Super Kings (@chennaiipl)

ચન્નાઇ ટીમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ઉપર એક બીજો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે, જેની અંદર ચાહર પ્રપોઝ બાદ જયા સાથે હોટલમાં આવતો જોવા મળી રહ્યો છે. જેના માટે એક કેક પણ સજાવવામાં આવી હતી. જેને ચાહર અને જયા કટ કરતા પણ જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Chennai Super Kings (@chennaiipl)

જેવી કેક કટ કરવામાં આવે છે કે તરત ચેન્નાઇના ખેલાડીઓ દીપકના ચહેરા ઉપર કેક લગાવવાની શરૂ કરી દે છે. આ ઉપરાંત કોઈ લીકવીડ પણ તેના ચહેરા ઉપર નાખે છે, જેના કારણે દિપકનો ચહેરો કેક અને તે લીકવીડથી રંગાઈ ગયેલો જોવા મળી રહ્યો છે. આ વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel