રજવાડી અંદાજ સાથે શરૂ થયા ધામધૂમથી દિપક ચહરના લગ્ન, ભારતીય ટીમના આ ખેલાડીઓ થશે સામેલ, લિસ્ટ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર દીપક ચહર આજે લગ્નના બંધનમાં બંધાશે. આગરાના દીપક ચહર દિલ્હીમાં રહેતી મંગેતર જયા ભારદ્વાજ સાથે લગ્ન કરી રહ્યા છે. તેણે IPLની ગત સિઝન દરમિયાન સ્ટેડિયમમાં જયાને પ્રપોઝ કર્યું હતું. હવે તે જયા સાથે જીવનની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે.

મંગળવારે લગ્નની વિધિઓ શરૂ થઈ હતી. સંગીત સેરેમનીમાં દીપક ચહરે જયા સાથે બોલિવૂડ ગીતો પર જોરદાર ડાન્સ કર્યો હતો. બુધવારે સવારે હલ્દી સમારોહ યોજાયો હતો. પીઠીથી સ્નાન કરીને દીપક અને જયા ખુશીમાં તરબોળ થઈ ગયા હતા. આ દરમિયાન ચહર પરિવારના સભ્યોની સાથે માત્ર ખાસ મહેમાનો હાજર હતા. રાત્રે લગભગ નવ વાગ્યે, દીપક વરઘોડો લઈને તેની કન્યાને લેવા પહોંચશે.

મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા અને વિરાટ કોહલી ઈવેન્ટમાં પહોંચવાના છે. જો આમ થશે તો વરઘોડામાં મોટો ધમાકો થતો જોવા મળશે. આ લગ્ન પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના લોકો વચ્ચે જ થવાના છે. ક્રિકેટર દીપક ચહરની દુલ્હન જયા ભારદ્વાજ દિલ્હીના બારાખંબાથી વતની છે. તે દિલ્હીમાં એક ટેલિકોમ કંપનીમાં ડિજિટલ કન્ટેન્ટ હેડ તરીકે કામ કરે છે.

દીપક અને જયાના લગ્નથી સમગ્ર ચહર પરિવાર ઉત્સાહિત છે. દીપકના પિતરાઈ ભાઈ લેગ સ્પિનર ​​રાહુલ ચહરે પણ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે  “ભાઈ, આજે હું તમારા માટે ખૂબ જ ખુશ છું. આ વીડિયોમાં દીપક ચહર પર પીઠી લગાવવામાં આવી રહી છે.

દીપક ચહર લગ્ન સમારોહમાં એકદમ અલગ અંદાજમાં જોવા મળશે. આ માટે ધ રોયલ ગ્રાન્ડ્યુર થીમ પર તૈયારીઓ કરવામાં આવી છે. આ થીમ પ્રમાણે જ પરિવારના તમામ સભ્યો કપડાં પહેરશે. આ સાથે 10 આવા મહેમાનો પણ લગ્નની સુંદરતા વધારશે, જે માત્ર દિપક જેવા કપડા પહેરશે.

 

View this post on Instagram

 

A post shared by rosinesslife (@rosinesslife_)

દીપકના લગ્નમાં મહેમાનો માટે અલગ-અલગ વાનગીઓ હશે. તેમાં થાઈ અને ઈટાલિયન ફૂડની સાથે બ્રજ, અવધી, મુગલાઈ, પંજાબી, દક્ષિણ ભારતીય ભોજન હશે. આગ્રાનો પ્રખ્યાત ચાટ સ્ટોલ પણ હશે. પાણીપુરી, દહીં ભલ્લા, ચાટ પાપડી, કુલ્ફી, પાવ ભાજી પણ હશે. મીઠાઈ હાથરસની પ્રખ્યાત રબડી હશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપક ચહરના લગ્ન માટે આગરાની જેપી હોટેલ બુક કરવામાં આવી છે. બંનેનું રિસેપ્શન દિલ્હીની ITC મૌર્ય હોટલના કમલ મહેલમાં યોજાશે. દિલ્હી જયાનું હોમ ટાઉન પણ છે. દીપક ચહરના લગ્નમાં ઘણા પ્રખ્યાત ક્રિકેટરો ભાગ લઈ શકે છે. વિરાટ કોહલીનું નામ પણ ગેસ્ટ લિસ્ટમાં સામેલ છે.

Niraj Patel