એક સમયે 100 કિલો વજનની થઇ ગઈ હતી આ મહિલા, પછી આઈસ્ક્રીમ અને મીઠાઈ ખાઈને ઘટાડ્યું 40 કિલો વજન, જુઓ કેવી રીતે

આજે મોટાપાથી ઘણા બધા લોકો પરેશાન થઇ રહ્યા છે, ઘણા લોકો પોતાના વધેલા વજનને ઘટાડવા માટે જિમમાં પરસેવો વહાવતા હોય છે તો ઘણા લોકો દવાઓનો પણ સહારો લેતા હોય છે, છતાં પણ એ બધું બંધ કરવાથી વજન પાછું વધી જતું હોય છે. ઘણા લોકો એમ પણ કહેતા હોય છે કે વજન ઘટાડવા માટે ખાવાનું ઓછું કરવું જોઈએ. પરંતુ વજન ઓછું કરવા ખાવાનું ઘટાડવું નહિ પરંતુ યોગ્ય ડાયટની જરૂર છે.

ઘણા લોકો વજન ઘટાડવા માટે ખાવા-પીવાનું બંધ કરી દે છે કારણ કે તેઓ માને છે કે વજન ઓછું કરવા માટે વ્યક્તિએ ખાવાનું બંધ કરવાની જરૂર છે. પરંતુ તે એવું નથી. જો કોઈ વ્યક્તિ વજન ઘટાડવા માંગે છે, તો તેણે સંતુલિત અને આરોગ્યપ્રદ આહાર લેવો જોઈએ, જેમાં યોગ્ય માત્રામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, હેલ્ધી ફેટ અને વિટામિન, મિનરલ્સ, એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર આહાર હોય.

આજે અમે તમને એક એવી માતાની ફિટનેસ જર્ની જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તેણે સંતુલિત આહાર અને વર્કઆઉટ દ્વારા પોતાનું 40 કિલો વજન ઘટાડ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ દિલ્હીની રહેવાસી દીપા સોનીની. જે દિલ્હી રહેવાસી છે અને એકાઉન્ટન્ટ અને સેલ્સ મેનેજર છે.

પહેલા દીપા સોનીનું વજન 100 કિલો સુધી પહોંચી ગયું હતું. પરંતુ તેના ડાયટ પ્લાનના કારણે તે પોતાનું વજન 40 કિલો સુધી ઘટાડવામાં સફળ રહી. વધારાના વજનના કારણે તેની કમર અને ઘૂંટણમાં પણ દુખાવો થતો હતો. આ બધી સમસ્યાઓના કારણે તેણે વજન ઘટાડવાનો પ્રયાસ શરૂ કર્યો.

દીપાના કહેવા પ્રમાણે તે દિવસમાં 4 વખત ખાતી હતી. તેમનો નાસ્તો ખૂબ જ ભારે હતો જેમાં દૂધ અને ઈંડા જેવા પૌષ્ટિક ખોરાકનો સમાવેશ થતો હતો. બપોરના ભોજનમાં તે 5 ગ્રામ ઘી સાથે દાળ અને લીલા શાકભાજી લેતી હતી. નાસ્તામાં તે પારલે જી બિસ્કિટ ખાતી અને રાત્રિભોજનમાં ઘી સાથે થોડું ચીઝ લેતી. ક્યારેક તે આઈસ્ક્રીમ અને મીઠાઈઓ પણ ખાઈ લેતી.

ખાવાની સાથે સાથે સારો વર્કઆઉટ તમને તમારું વજન ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. દીપાના કહેવા પ્રમાણે, તે ઘરના તમામ કામ જાતે જ કરતી હતી. આ સિવાય તે નિયમો અનુસાર તેનું વર્કઆઉટ કરતી હતી. ધીરે ધીરે, વોર્મ-અપથી લઈને ભારે વજન ઉપાડવા સુધી, તેણીએ તમામ પ્રકારની કસરતો પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. આ રીતે મહેનત કરીને તેણે પોતાનું વજન ઘટાડ્યું.

Niraj Patel