બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી દિપીકા પાદુકોણ બની સુરતની મહેમાન, જુઓ એક્સક્લુઝિવ તસવીરો, રણવીર સિંહ….

બોલીવુડના સીતારાઓનું ગુજરાત સાથે એક અનોખું કનેક્શન છે. તે અવાર નવાર ગુજરાતમાં સ્પોટ થતા હોય છે. ઘણા ખ્યાતનામ કલાકારો ફરવા માટે પણ ગુજરાતમાં આવે છે તો ઘણા કલાકારો કોઈ જાહેરાત માટે પણ ગુજરાતની મુલાકાત લેતા હોય છે. ત્યારે ગઈકાલે બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ ગુજરાતની મુલાકાતે આવી હતી, જેની ઘણી તસવીરો સામે આવી છે. (તસવીરો: ધવલરાજસિંહ ચૌહાણ)

દીપિકા પાદુકોણ ગઈકાલે સુરતના એરપોર્ટ ઉપર સ્પોટ થઇ હતી. સુરતમાં દીપિકા પાદુકોણ સાડીની બ્રાન્ડનીજ જાહેરાત માટે ચાર્ટડ પ્લેન દ્વારા આવી પહોંચી હતી. દીપિકાને જોવા માટે સુરત એરપોર્ટ ઉપર ચાહકોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આ દરમિયાન દીપિકા રણવીર સિંહ સાથે જોવા મળી નહોતી. તે એકલી જ સુરત આવી હતી.

દીપિકા પાદુકોણ 22 સીટરના ચાર્ટડ પ્લેનમાં સુરત આવી પહોંચી હતી. જ્યાં તેને એપ્રન રન વે ઉપર જ સાડીનું શૂટિંગ કર્યું હતું. દીપિકાનો એરપોર્ટ ઉપરથી વીડિયો અને તસવીરો વાયરલ થઇ હતી. તે એક ટેક્સ્ટાઇલ બ્રાન્ડની સાડીની જાહેરાતનું શૂટિંગ કરવા માટે સુરત ખાતે આવી હતી અને એરપોર્ટ ઉપરથી જ શૂટિંગ કરીને પરત ફરી હતી.

સુરત એરપોર્ટ ઉપર દીપિકાને જોવા માટે ચાહકો ગાંડા થયા હતા, માત્ર યુવકો જ નહીં યુવતીઓ પણ દીપિકાની એક ઝલક જોવા માટે તરસી રહી હતી. પરંતુ નજીકથી દીપિકા જોવા ના મળતા ચાહકો પણ માયુસ થયેલા જોવા મળ્યા હતા. કારણ કે નિયમોના કારણે રન-વે સુધી જવાની કોઈને પરવાનગી હતી નહીં.

દીપિકા પાદુકોણ સુરત એરપોર્ટ ખાતે જ શૂટિંગ કર્યું હતું. સવારે 11થી સાંજે 6 વાગ્યા સુધી ચાલેલા શૂટિંગ દરમિયાન કોઈ પણ શિડ્યુલ ફ્લાઇટને અસર થઇ નહોતી. દીપિકા પાદુકોણને બપોરના સમયે વીઆઈપી લોન્જમાં જતા સમયે તેની તસવીરો ક્લિક કરવામાં આવી હતી, જે હાલ વાયરલ થઇ રહી છે.

તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોણ હમણાં જ તેની ફિલ્મ “ગહેરાઈયા”ને લઈને ખુબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે ખુબ જ બોલ્ડ સીન આપ્યા છે. થોડા દિવસ પહેલા જ આ ફિલ્મ ઓટિટિ પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઇ છે. જેને ચાહકોનો પણ મિશ્ર  પ્રતિસાદ મળતો જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ઉલ્લેખનીય છે કે, આ વીડિયો દીપિકા પાદુકોણનો તે સમયનો છે, જયારે તે શુટ પરથી પરત ફરી હતી. આ વીડિયોમાં તેનો બોલ્ડ અને બિંદાસ અંદાજ જોવા મળી રહ્યો છે. તેણે બ્લેક સેન્ડો સાથે બ્લેક ઓવરકોટ અને જીન્સ કેરી કર્યુ છે. જેમાં  તે ઘણી સુંદર પણ લાગી રહી છે.

Niraj Patel