ખબર

ભારતમાં કોવિડ વાયુવેગે ફેલાવાની ગતિને લઈને આવ્યા સારા સમાચાર, જાણો વિગત

દુનિયાભરમાં કોરોના વાયરસનો ખતરો ફેલાયેલો હતો ત્યારે ભારત પણ તેની ચપેટમાં આવી ગયું, છેલ્લા ઘણા સમયથી ભારતમાં પણ કેસોની સંખ્યા ખુબ જ વધી રહી હતી, પરંતુ હવે ભારત માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે. ભારતમાં કેસ ડબલ થવાનો રેટ હવે ઘટીને 12.2 દિવસનો થયો છે. પાછળના 14 દિવસમાં કેસ 10.9 દિવસે ડબલ થતા હતા જે છેલ્લા ત્રણ દિવસમાં ઘટીને 12.2 દિવસે થઇ રહ્યા છે.

Image Source

આ અંગે મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે: “પોતના વતનમાં પરત ફરી રહેલા મજૂરોના કારણે વાયરસ વધુ ના ફેલાય તે અંગેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.” પાછળના અઠવાડિયે દિલ્હી, ગુજરાત અને મુંબઈમાં જે રીતે કેસ વધી રહ્યા હતા તે પ્રમાણે કેસ ડબલ થવાની ગતિમાં વધારો થયો હતો. કેસનો ડબલીંગ રેટ 10.2 દિવસનો થઇ ગયો હતો. જેના બાદ કેન્દ્રની ટિમો બનાવી અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવતા કેસમાં આંશિક ઘટાડો નોંધાયો હતો.

Image Source

મંગળવારના આંકડા જોઈએ તો દેશમાં કુલ કેસોની સંખ્યા 70,756 થઇ ગઈ હતી જયારે આગામી 24 કલાકમાં જ 3,604 નવા કેસ નોંધાયા હતા. અત્યાર સુધી કોરોના સંક્રમિત 22,455 લોકો સ્વસ્થ થઇ અને પોતાના ઘરે પાછા ફર્યા છે. દેશમાં આ વાયરસના કારણે 2,293 લોકોના મૃત્યુ પણ થયા છે. ભારતમાં કોરોનનો મૃત્યુ દર 3.2 ટકા છે જયારે 31.74 ટકા લોકો સ્વસ્થ થયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.